________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
ક
5689
* ITIES
*:
ઘેટીની પાળ આદિપુર - આદપર ગામવાળા રસ્તે ગિરિરાજ પર ચઢાય છે. પાલીતાણાથી આદપર ઘોડાગાડી, ટેકસી કે બસ દ્વારા જવાય છે. આ રસ્તે થઈને ઘેટીના પાગને રસ્તે) શ્રી ઋષભદેવ ભગવાન ગિરિરાજ પર પૂર્વ નવ્વાણું વાર (એટલે કે ૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦૦ વાર) રાયણ-વૃક્ષ નીચે સમવસર્યા હતા.
થોડોક ચઢાવ ચઢતાં શ્રી ઋષભદેવ ભગવાનના પગલાંની દેરી આવે છે, જે ઘેટીનાં પગલાં' તરીકે ઓળખાય છે. કલાત્મક ભવ્ય શ્રી સિદ્ધાચલ શણગાર ટૂક છે તથા બે નવીન જિનાલયો છે. શ્રી ઘંટાકર્ણ મહાવીર તથા શ્રી નાકોડાજીનાં મંદિરો છે. પૂજ્ય મણિવિજયજી મ.સા. ને અહીં અગ્નિસંસ્કાર કરવામાં આવેલ. ત્યાં હાલ દેરી છે. યાત્રિકોને અહીં ભાતું અપાય છે. નવટૂક અને દાદાની ટૂકની વચ્ચે જે રસ્તો છે. તે રસ્તે થઈને ઘેટીની પાગ અવાય છે. શ્રી જય-તળેટીથી દાદાનાં દર્શન કરી, ઘેટીની પાસે આવીને દર્શન કરી દાદાની ટૂકે જઈ દાદાને દર્શન કરી જય તળેટીએ આવવાથી દાદાની બે યાત્રા કરી કહેવાય છે. નવ્વાણું યાત્રા કરનાર આ રીતે બે યાત્રા કરી નવ્વાણું- યાત્રા જલદી પૂરી કરે છે.
પહેલાંગિરિરાજ પર ઘેટીની પાગવાળા રસ્તે થઈને ઉપરજવાતું. મહાપ્રભાવિક આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિજી મ.સા. ઘેટીની પાગ થઈને ઉપર ચઢયા હતા. અહીં સામે ભાડવાનો ડુંગર દેખાય છે.'
ઘેટીની પાગે લોકો ચૈત્યવંદન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org