________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો શેઠને તે ફરમાનો અને તીર્થરક્ષાની જવાબદારી સોંપ્યાં.
શ્રી વિજયહીરસૂરીશ્વરજીના સંપ્રદાયના શાંતિસાગરસૂરિ પાસે હમાભાઈ શેઠે પ્રતિષ્ઠા કરાવી.
(૧) શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર - સંવત ૧૮૮૬ માં શેઠ હીમાભાઈ વખતચંદ ખુશાલચંદે બંધાવ્યું છે.
(૨) શ્રી પુંડરી કરવામીનું મંદિર - આ મંદિર પણ શેઠ હીમાભાઈએ બંધાવ્યું છે.
(૩) ચોમુખજીનું મંદિર - આ મંદિર – શેઠ સાકરચંદ પ્રેમચંદે સંવત ૧૮૮૮માં બંધાવ્યું છે.
(૪) ચોમુખાજીનું બીજું મંદિર-શેઠ હેમાભાઈએ ૧૮૮૬માં બંધાવ્યું છે.
આ ટૂકમાં બહાર બે બાજુ બે નાના કુંડો આવેલ છે; તે જીજીબાઈના કુંડો' કહેવાય છે.
શ્રી અજિતનાથ ભગવાનના મૂળ મંદિર પર મોટો શિલાલેખ છે. તેના ઉપર હેમાભાઈ શેઠના વંશ વારસોની નામાવલિ તથા હીમાભાઈ શેઠે કરેલાં સત્કાર્યોની નોંધ છે.
શ્રી પ્રેમવસી - પ્રેમાવસહી શ્રી પ્રેમચંદ મોદીની ટૂક અમદાવાદવાળા શેઠપ્રેમચંદ લવજી મોદીએ બંધાવી સંવત ૧૮૪૩ના મહા સુદ ૧૧ ને રોજ પ્રતિષ્ઠા કરી હતી. આ ટૂકમાં ૪ દેરાસરો, ૩૧ નાની દેરીઓ, પરપ પાષાણની મૂર્તિઓ, ૧ પંચ ધાતુની મૂર્તિ આવેલ છે.
અમદાવાદના - રાજનગરના ધનાઢય વેપારી મોદી પ્રેમચંદ લવજી શ્રી સિદ્ધાચળનો સંઘ લઈ પાલીતાણા આવ્યા. શ્રી આદીશ્વર દાદાનાં દર્શન કરી, સૂકોના દર્શનાર્થે નીકળ્યા. જુદી જુદી ટૂકો જોઈને હર્ષિત થયા. આનંદ ઉલ્લાસમાં તેમની ભાવના એક મંદિર બાંધવાની જાગી. પરમાત્માની કૃપાથી ધન-સંપત્તિની ખોટ નહોતી. મંદિરમાંથી ટૂક બંધાવવાની ભાવના થઈ અને ઊંચાણ ટેકરીના સપાટ ભાગમાં એક ભવ્ય ટૂક બાંધવા યોજના કરી.
(૧) શ્રી કષભદેવ ભગવાનનું મુખ્ય મંદિર-મોદી પ્રેમચંદ લવજીએ સંવત ૧૮૪૩માં બંધાવ્યું. આ મંદિરમાં ચકેશ્વરી માતા, યક્ષ-યક્ષિણી અને પદ્માવતી માતાના ગોખલા છે.
(૨) શ્રી પુંડરીકરવામીનું દેરાસર - આ પણ મોદી પ્રેમચંદ લવજીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org