________________
૧૧
ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૨૪ તીર્થકરોના ગણધરોની સંખ્યા - ૧. શ્રી ઋષભદેવ ૮૪ ૧૩. શ્રી વિમલનાથ ૨. શ્રી અજિતનાથ ૯૫ ૧૪. શ્રી અનંતનાથ ૩. શ્રી સંભવનાથ ૧૦૨ ૧૫. શ્રી ધર્મનાથ ૪. શ્રી અભિનંદન ૧૧૬ ૧૬. શ્રી શાંતિનાથ ૫. શ્રી સુમતિનાથ ૧૦૦ ૧૭. શ્રી કુંથુનાથ ૬. શ્રી પદ્મપ્રભ ૧૦૭ ૧૮. શ્રી અરનાથ ૭. શ્રી સુપાર્શ્વનાથ ૯૫, ૧૯ શ્રી મલ્લિનાથ ૮. શ્રી ચંદ્રપ્રભ ૯૩ ૨૦. શ્રી મુનિસુવ્રત ૯. શ્રી સુવિધિનાથ ૮૮ ૨૧. શ્રી નમિનાથ ૧૦. શ્રી શીતલનાથ ૮૧ ૨૨. શ્રી નેમિનાથ ૧૧. શ્રી શ્રેયાંસનાથ ૭૬ ૨૩. શ્રી પાર્શ્વનાથ ૧૨. શ્રી વાસુપૂજ્ય ૬૬ ૨૪. શ્રી મહાવીરસ્વામી
કુલ ગણધર - ૧૪પર. શ્રી સીમંધરવવામીનું મંદિર-પહેલી પ્રદક્ષિણામાં આગળ વધતાં દાદાના દહેરાસરની જમણી બાજુએ શ્રી સીમંધરસ્વામીના નામે ઓળખાતું મંદિર આવે છે. આ મંદિર વસ્તુપાલ – તેજપાલે બંધાવ્યું છે. સંવત ૧૩૭૧માં દેશલશાના પુત્ર સમરાશાએ પરિવાર સહિત પધારીને ઓસવાલોની તથા પોતાની કુલદેવી સચ્ચિકાદેવીની સ્થાપના કરેલી છે અને દેશલશા અને રાણા મહીપાલની મૂર્તિની સ્થાપના કરેલી છે. આ મંદિર સીમંધરસ્વામીનાદેરાસર તરીકે પ્રચલિત છે, પણ મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે, જે સંવત ૧૬૭૭માં અમદાવાદના ઓસવાલ માનસિંઘે શ્રી વિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરાવેલ છે. દેરાસરમાં શ્રી સરસ્વતી દેવીની પ્રાચીન પ્રતિમાજી છે. રંગમંડપમાં શ્રાવક - શ્રાવિકા તથા શ્રી અંબિકાદેવીની મૂર્તિ છે.
બીજી પ્રદક્ષિણા નવા આદીશ્વર ભગવવાનું દેરાસર
બીજી પ્રદક્ષિણામાં પ્રથમ નવા આદીશ્વર ભગવાનનું દેરાસર આવે છે, જે દાદાના દેરાસરની ડાબી બાજુએ છે. દાદાના મોટા મંદિરમાં એક વખત વીજળી પડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org