________________
રૂઢિને જુદા તારવતી એમની વીરત્વભરેલી વાણી આજે જૈન સમાજના શરીરમાં અનેરી ભવ્યતા અપી રહ્યાં છે. આવા મહાન આધ્યાત્મિક તત્વવેત્તા, આત્માથ, નિડર, પ્રસિદ્ધ વક્તાની અમૃતમય વાણી આપ સર્વે શાન્તિ રાખી સાંભળશે, એ આશા સાથે શ્રી જૈનમહિલા સમાજ તરફથી મહારાજશ્રીને એમનું પ્રવચન સંભળાવવા અરજ ગુજારી બેસી જવાની રજા લઉં છું..
મહારાજશ્રીનું ભાષણ
ઉપક્રમ.
- બિકિગ ખડી ક્યારે થાય? અવ્વલ તેને પાયે મજબૂત જોઈએ. તેમ મનુષ્યજીવનના મહાન સિદ્ધાન્તની બિલ્ડિંગ ખડી કરવા સારૂ તેને પાયે તૈયાર કરવાની જરૂર છે. એટલે આજે આપની સન્મુખ એના પાયા તરીકે મારા વિચારો રજુ કરીશ.
અર્થ-કામ.
ધર્મ સાથે અર્થ પુરૂષાર્થ અને કામ પુરૂષાર્થ સમ્બન્ધી ઉલેખ કરતાં સિન્દુરપ્રકર' જણાવે છે કે –
" त्रिवर्गसंसाधनमन्तरेण पशोरियायुविफल नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति न तं विना यद भवतोऽर्थकामौ" ॥
અર્ધાતુ-ત્રણ વગ (ધર્મ, અર્થ અને કામ)નું યોગ્ય સાધન કર્યા વગર માણસનું, ગૃહસ્થનું આયુષ્ય પશુની જેમ નિષ્ફળ છે. તેમાં પણ ધમ એડ છે. કેમકે તે વિના અર્થ-કામ સિદ્ધ થઈ શકતા નથી.
અર્થ-કામમાં આંધળા બનવું ભયંકર મૂખઈ ગણુય. પણું ધમનિતિના પથ પર અદિની યોગ્ય પ્રવૃત્તિને અર્થ પુરૂષાર્થ અને કામ પુરૂષાર્થ કહેવામાં આવે છે. અને તે વિષે ગૃહસ્થને માટે પાંચ મહાવ્રતધારી મુનિવરોએ પિતાના ગ્રન્થોમાં ઉપદેશ કર્યો છે.
ધમંબિન્દુમાં હરિભદ્રાચાર્ય અને મુનિચન્દ્રાચાર્ય અને યોગશાસ્ત્રમાં હેમચન્દ્રાચાર્ય અર્થ-કામ પુરૂષાર્થ બાબત ઉપદેશ કરે છે. હેમચન્દ્રાચાર્ય ( યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશના કેટલા લોકેના કુલકના પ્રારમ્ભમાં ) લખે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org