________________
વીર મુખમુદ્રાથી સામેના વાનરે સામું મજાકની દષ્ટિએ જુએ, તેમ મહારાજશ્રીની પ્રસન્ન વૃત્તિ, ધીર પ્રકૃતિ અને ગભર પ્રવૃત્તિ મહાપુરૂષના સ્વભાવને અનુરૂપ જોવામાં આવે છે.
આ સંગ્રહમાં તેમની રાષ્ટ્રભાવના અને તેમના સમયમ પરત્વેના વિચાર ભારોભાર ભરેલા મળશે. વિરલાપારલામાં વી. પી. મહાસભા સમિતિ તરફથી તેમનું રાજ્ય બાબત પર જે જોરદાર ભાષણ થયેલું તે આ પુસ્તકના અન્તમાં વાચક જોશે. તેમની નિભય વિચારઘોષણાઓની પ્રતિધ્વનિએ આ સંગ્રહમાં ગડગડી રહી છે. તેમની પ્રકૃતિને જેમને પરિચય છે તેઓ સમજતા હશે કે તેમને સમાજને રાજી રાખવા “ગળ પડી ' વાત કરતાં આવડતી જ નથી. સત્યને નિર્ભયપણે ઉચ્ચારતાં સમાજને અણગમે ઉતરે તે તે સહેવા તેઓ સહર્ષ તૈયાર બેઠેલા હોય છે. સાથે જ તેમના મહાનું મનની ખૂબી તે એ છે કે, જૈન સમાજમાં આટલું કલહપૂર્ણ વાતાવરણ ચાલી રહ્યું છે છતાં કોઈ પણ વિરોધી વ્યક્તિની નિન્દા તેમના મુખથી વ્યાખ્યાનમાં કે બીજે વખતે કેઈએ નહિ સાંભળી હોય. એવી છીછરી વૃત્તિ તેમના સ્વભાવમાંજ નથી. “લડો તે પ્રામાણિકપણે શિષ્ટ જ્ઞાનચર્ચાથી, પણ પ્રશ્નના મુદ્દાથી ખસી જઈ અંગત “હુમલા કરવા એ પામરતાની અવધિ થાય છે એમ તેઓશ્રીને અનેક વખત કહેતાં સાંભળ્યા છે. તેઓ “શુંક ઉડાડનારની સામે “થેંક ઉડાડવામાં હીણપત સમજે છે. દરેક વિવાદાસ્પદ બનેમાં ઉત્સાહપૂર્ણ ભાગ લેવા છતાં, કહેવું જોઇએ કે, કલુષિત વાતાવરણથી તેઓ નિરાળા જ રહે છે. વેરઝેર અને નિન્દાનું ગંદુ વાતાવરણ તેઓ પોતાની નજીક પ્રસરવા દેતાજ નથી એમ અનુભવ પરથી જવાયું છે. તેઓ વ્યાખ્યાનમાં અને લખવામાં જેટલા પ્રચંડ છે, તેટલાજ, પ્રકૃતિએ નમ્ર, શાન્ત અને પ્રસન્ન છે. વાતચીતમાં તેમની ભક્તિા કેટલીક વખતે બાળક જેવી દેખાય છે. હસમુખ ચેહરે અને સરળતા એ એમના પરિચયમાં આવનારને એમના સાધારણ સ્વભાવ તરીકે જણાયા વગર નહિ રહે.
ચતુર્માસ દરમ્યાન મુંબઈ–કેટના શ્રાવક વગે તેમના ગુણો પરના અનુરાગે તેમની તરફ ભક્તિભાવ અખંડપણે બનાવ્યું છે. કેટના શ્રીશાન્તિનાથ જૈન દેરાસરના ટ્રસ્ટી મહાશાએ મહારાજશ્રીના “જૈનદર્શન ને પુનઃ પ્રકાશનમાં મૂકી જ્ઞાનભક્તિને લાભ મેળવે છે. કેટના સુપ્રસિદ્ધ શ્રાવક સ્વ. શ્રીમાનું શેઠ દેવીદાસ કાનજીની ભક્તિ મહારાજશ્રી તરફ ઉત્તરોત્તર વધુ જવલન્ત રહી. મહારાજશ્રી પ્રત્યે તેમને સેવાભાવ કેટના ચતુર્માસના ઈતિહાસમાં ચિરસ્મરણીય રહી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org