________________
પક
મૂલચન્દ જુગારની ખરાબ લતમાં પડે છે. જુગારમાં પૈસા મે છે. એક વખત તે પિતાના અંગ પરના દાગીના જુગારમાં હોમી દે છે. માતા-પિતાને ખબર પડે છે. તેઓ તેને ફટકારે છે. બસ, અહીં જ એના જીવનમાં કાતિનું બીજ વવાય છે. તે વખતે તેના વિચારોમાં મહાન પરિવર્નાન થાય છે. તેના હૃદયમાં જબર ખળભળાટ થાય છે. તેને જગતની વિચિત્રતાનું ભાન થાય છે. તેને સંસારની અસારતાનું જ્ઞાન થાય છે. તેના હૃદયમાં મજબૂત વૈરાગ્ય પ્રગટ થાય છે. તે ભાવનગર આવે છે. ત્યાં શ્રીમદ્ વૃદ્ધિચન્દ્રજી મહારાજને મળે છે. તે મહાત્માની આગળ તે દીક્ષાની માંગણી કરે છે. વૃઝૂિચન્દ્રજી મહારાજ અમારા જેવા ચલા-ચાપટના લાભી હતા. તેઓ મહાન ત્યાગી, વૈરાગી અને શાસ્ત્રદશ સન્ત હતા. તેઓ નસાડી-બગાડી છાની રીતે દીક્ષા આપવામાં પાપ સમજતા હતા. તેઓ લઘુ વયના બાળકના ભેળપણને ગેરલાભ લઈ તેમને ઉતાવળથી મૂડી નાંખવામાં અધર્મ સમજતા હતા. તેઓ પરીક્ષા પૂર્વક યોગ્યતા જગાનાં દીક્ષા આપવાના શાસ્ત્રદેશને અનુસરનારા હતા.
વૃદ્ધિચન્દ્રજી મહારાજ મૂલચન્દને પરીક્ષાની કસોટીએ કરી છે. મુલચન્દ તેમાં આબાદ પસાર થાય છે. એ પછી તેને રીક્ષા અપાય છે. એ વર્ષની ઉમ્મરે તે દીક્ષા ગ્રહણ કરે છે. મૂલચન્દ મટી હવે તે • ધર્મવિજય બને છે.
ધર્મવિજય ગુરૂભક્તિમાં ઘણા રસ લે છે. ચારિત્રના શુદ્ધ આરાધન સાથે જ્ઞાનમય જીવનમાં આગળ વધે છે. ક્રમશઃ મહાન વિકાસના પરિણામે ધર્મવિજયમાંથી વિધર્મસૂરિ બને છે. હવે વિજયધર્મસૂરિને જોઈએ.
- વિજ્યધર્મસૂરિ એટલે અકમયતાને ઉખેડી ફેંકી દેનાર સાચો વિ. વિજયધર્મસૂરિ એટલે ઉત્સાહની જાજ્વલ્યમાન મૂત્તિ. વિધિમમૂરિ એટલે હતા અને ધીરજને પહાડ. અને વિજયધર્મસૂરિ એટલે ચારિત્રનું જળહળતું ભામંડળ. તેમની યશપતાકા ગુજરાત કે કાઠીયાવાડ, મારવાડ કે મેવાડ, માળવા કે દક્ષિણ, યુ પી કે બેંગાલ, તમામ સ્થળે ફરકી રહી છે. એટલું જ નહિ, પણ યુરોપ અને અમેરિકા સુધી તેમના જીવનની મહામ્ય-ગાથાઓ ગવાઈ રહી છે. તેમની વિશ્વપ્રસિદ્ધિ તેમના પુરૂષાર્થમય જીવનને આભારી છે. તેમણે દૂર દૂર દેશમાં કામણ કરી જૈન ધમને પહ લગાવ્યું છે.
તે
અહીં જૈનધર્મ વિષે જરા કહી લઉં.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org