________________
છે
કાગ્રહના પર અધારામાં આથડતા અને ઈષ્યા-દ્વેષની ભઠ્ઠીમાં સેકાતા - સાધુએ પિતેજ દુગતિમાં ધસી રહ્યા હોય તે બીજાનું શું ભલું કરી શકવાના હતા? એવા કમનશીબ ગુરૂએ હેય એ કરતાં ન હોય તે સારૂ.
દરેક સમજદાર આજે ચખું જોઈ રહ્યા છે કે, આજના સમાજમાં ચાલી રહેલા ધાર્મિક ઝઘડાઓનું મૂલોમ-સ્થાન સાધુઓ છે. તેમના કલુષિત વત્તન-પ્રવત્તનમાંથી કલહની આગ ભભૂકે છે. તેમના કોઠામાં સળગી રહેલી વૈર-વિરોધની ભઠ્ઠી સમાજને ઝઘડાની કહાયમાં લપેટી રહી છે. તેમનામાં સમન્વયવાદને અભ્યાસ હોત તે સમાજમાં આ બખેડા કેમ ઉભા થત! સમન્વય, અવિરોધ, સાધન અને ફળ એ ક્રમ છે. જ્યાં સમન્વય-ષ્ટિ છે, ત્યાં સ્યાદ્વાદ છે. અને ત્યાં વિધવૃત્તિ શમી જાય છે. એટલે પછી સાધનમાર્ગ સાંપડે જ અને ફળ પણ મેળવાયજ.
દુનિયાના આધ્યાત્મિક દર્દનું મુખ્ય નિદાન મહાવીરને એકાન્ત દષ્ટિ”... ની વિષમતામાં જણાયું અને તેના વિદ્યારણ તરફ તે મહદ્ આત્માની પ્રવૃત્તિઓ જગતનું પરમ હિત સાધ્યું છે. “એકાન્ત” ની બીમારીમાં સબડતી દુનિયા પાસે તે મહાપુરૂષે “અનેકાન્ત” ની ઔષધિ મકી. એ મહાન તત્વવાદ એકાંગી દષ્ટિબિન્દુ પર રચાયેલા પ્રવામાં ખળભળાટ મચાવે છે, જમ્બર ક્રાતિ ઉત્પન્ન કરે છે. “અનેકાન્ત” ના ઉજજવળ સિધાંન્તની સામે એકાંગી પ્રવાદે. બધા ફિક્કા પડી જાય છે. મહાવીરને અનેકાન્તવાદ જેને સામ્યવાદનું શિક્ષણ આપે છે. અનેકાન્તવાદના ઉદભવ સાથે સામ્યવાદને સમ્બન્ધ વિચારવા જે છે. “અનેકાન્ત”ને પાઠ જગતની ભિન્ન ભિન્ન જણાતી વિચાર સરણીઓને ભિન્ન ભિન્ન અપેક્ષાદષ્ટિએ સમન્વયના ધરણું પર વિચારવાનું શિખવે છે. આ શિક્ષણ જગતના કલહકલાહલને શમાવવામાં અને રાગહેવની બળતરાને ઠારવામાં મહાન ઉપયેગી નિવડે છે. સ્યાદ્વાદની પાછળ આ સામ્યવાદનું રહસ્ય છે. સ્યાદ્વાદના અભ્યાસપાઠમાં અપેક્ષાવાદ અને સમન્વયવાદનું જ વિવેચન છે. અને એમાંથી સામ્યવાદનું સુન્દર પરિણામ નિપજે છે. એટલે એ ત્રણે (અપેક્ષાવાદ, સમન્વયવાદ અને સામ્યવાદ) સ્યાદ્વાદ ચા અનેકાન્તવાદનાં નામાન્તર થઈ પડયાં છે.
જગન્ના છુટા છુટા વિશૃંખલ વિચારસૂને રીતસર સુયોજિત કરી, સમવયષ્ટિએ સંગઠિત કરી તે બધાને અંગે ચાલતી તકરારને હલવવી અને પ્રજાનાં ઉકળતાં માનસ પર શાન્ત રસનું સિંચન કરવું એ અનેકાન્તવાદને સિદ્ધાન્ત પાઠ અને પ્રજનપાઠ છે. મહાવીરને આ પદાર્થપાઠ કેટલો મહત્ત્વપૂર્ણ છે એ આજના અપભ્યાસી અને દુરાગ્રહો ગુરૂઓ કયારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org