________________
૨૨
કર્મકલાપમાંથી સંયમનાં પવિત્ર ઝરણું પીવાનાં છે. અને એમ કરી આત્મજીવનની પુષ્ટિ કરવાની છે. જ્ઞાન પ્રમાણે વર્તાને જઈએ.
મારે કહેવું છે કાંઇ, મારે કરવું છે કાઈ,
એમ કરી ભવ-જળ તરે છે ભાઈ? પણ એ કેમ બને?
પાચ લાખને હંફાવનારા શૂરા યોદ્ધા પાંચને હંફાવવામાં કાયરબની જાય છે, જ્યારે પાંચને હંફાવનાર જગને મહાત્મા બને છે. એ પાંચ કોણ?
Hier Command yourself and you may command the world.
જે મનને વિજેતા છે તે વિશ્વને વિજેતા છે. જે તૃષ્ણને દાસ છે તે જગને દાસ છે અને જે તૃષ્ણાને પિતાની દાસી બનાવે છે, જગતુ તેનું દાસ
બને છે.
- કર્તવ્ય પાળે તે પંડિત. પંડિતના પર્યાય શબ્દોમાં (સંસ્કૃત-શબ્દકોષમાં) એક “દેષજ્ઞ” શબ્દ પણ છે. જે પિતાના દોને જુએ છે, પિતાની અન્દર શું બુરાઈઓ છે તે નિહાળે છે અને તેને ખંખેરવા પ્રમાણિક પ્રયત્ન સેવે છે તે દેષજ્ઞ છે અને તે જ સાચે પંડિત છે.
સંયમમાં અહિંસાને મુખ્ય સ્થાન છે. સંયમ સત્યના પાયા પર પ્રતિષ્ઠિત છે. અહિંસા પરમ ધમ છે. સત્યમાં સર્વ ધર્મો પ્રતિષ્ઠિત છે. સંસાર અસાર છે. સાર માત્ર પરમાત્મા અને તેનું ફરમાન છે. સત્ય એ તેનું ફરમાન. અહિંસાની સાધના એ તેનું ફરમાન. ધર્મનું મૂળ સ્વરૂપ સત્ય છે. સત્ય એ ધમ છે, ધમ એ પ્રકાશ છે અને પ્રકાશ એ સુખ છે. અસત્ય એ અધમ છે, અધમ એ અન્ધકાર છે અને અન્યકાર એ દુઃખ છે. સત્યથી અહિંસા અને અહિંસાથી સત્ય. આમ એક ઉત્કર્ષ બીજાના ઉત્કર્ષ પર અવલંબે છે. સો ગાંડાના રો મત પણ છે ડાઘાને એક મત. બેને બે ચાર એ એકજ સત્ય. સે ડાહ્યા એ એકજ જવાબ આપશે. પણ તે મૂખ તે જાતના જુઠા જવાબ આપશે. દુનિયાનાં ધર્મશાસે અહિંસા અને સત્ય સમજાવવા સરજાયાં છે. એ વિશ્વધર્મ છે. એ મનુષ્ય-જીવનને મહાન આદર્શ છે. પણ અહિંસા કયારે સધાય?
જ્યાં બીજાનું બુરું કરવાની વૃત્તિ હોય ત્યાં અહિંસાની વાત કેવી ! જ્યાં બીજાનું ભુંડું વંચાતું હોય ત્યાં અહિંસાને શું લાગેવળગે? મનમાંથી કુવિચાર નિકળી જાય, વિચારસુદ્ધામાંથી હિંસા નિકળી જાય ત્યારે અહિંસાનાં દર્શન થાય. “નાના જીવને બચાવે અને મોટા ને મારે” એવા આક્ષેપ કાન પર અથડાતાં ભારે ખેદ થાય છે. કેઈનું બુરું ચિન્તવવું, કેઈના પર જ રાખો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org