________________
२४४
દુર્બલતા છે કે આપણે એકજ ઘરના અન્દર–અન્દર લડી મરીએ છીએ. આપણો અનેકાન્તવાદ જગતનું સમાધાન કરવાનો દા ધરાવે છે. તે આપણા ઘરના કજીયાઓને નિકાલ આપણે કેમ તેનાથી નથી લાવી શકતા ? એક તરફ આપણે જૈનભાવનાની હેટી ઑોટી ગર્જનાઓ કરીએ છીએ, પણ બીજી બાજુ આપણું કલુષિત જીવન પર જગતું હસે છે એ આપણે કેમ નથી જોતા? આપણે આપણી શક્તિ અન્દર–અન્દરની વઢવાડમાં વેડફી રહ્યા છીએ. એ ભારે કમનસીબીની વાત છે. જ્યાં સુધી આ સ્થિતિ ચાલુ છે ત્યાં સુધી એમજ કહેવાવું જોઈએ કે આપણે પિતે જૈનત્વનું હનન કરી રહ્યા છીએ અને જગની સામે જૈનતત્વની વિડમ્બના કરી રહ્યા છીએ. આપણી જ આવી પામર સ્થિતિ હોય તે “સવિ જીવ કરૂં શાસનરસી” ના રાગ આપણે કયે મઢે અલાપી શકીએ! આપણે ઝઘડાર સ્થિતિમાં “મિત્ત છે સત્રમ્પ પે મર્જ ળફ” એ જીવનના મહામત્રને પણ આપણે ભૂલી ગયા છીએ. એ પવિત્ર સૂત્રમાં કોઈની પણ સાથે વૈર-વિરોધ ન રાખતાં પ્રાણીમાત્ર સાથે મૈત્રીભાવ પિષવાને સજોશ છે. આ આદેશ જે આપણે આદર્શ બને તે જ સાચા જૈન થઈ શકાય અને તે જ શાસનની સેવા થઈ શકે. મહાવીર પ્રભુના મહાન સિદ્ધાંતને જગતમાં પ્રચાર કરવા માટે આ સમય બહુ સુન્દર છે. આજે જગત્માં જિજ્ઞાસાગુણની લહેર ઉઠી છે. દુનિયાના હેટ હેટા સ્કલરોને આજે અન્યાન્ય દશનેના સિદ્ધાન્ત જાણવાસમજવાની તમન્ના જાગી છે. આવા અનુકૂળ સમયમાં આપણે જે આન્તર કહે ફગાવી દઈ પરસ્પર સંગઠન-શક્તિ જમાવીએ તે આપણે જૈનધર્મનો હોટ સેવા બજાવી શકીશું.
ઇચ્છું છું કે પરિષદ કાર્યકમ આ દિશામાં ઘડાય અને તેનું અધિવેશન તૈમદ નિવડે! ઓ શાન્તિઃ
તા: ૩૧-૧૨-૩૧
ગુરૂવાર, અધેરી (મુંબઈ)
શ્રી સંઘને સેવક ન્યાયવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org