________________
૧૮૭
સૈકા કે જે સૈકાઓમાં મહાન પ્રભાવશાલી આચાર્યો વિદ્યમાન હતા, તે વીત્યા પછી હમણાં અઢારમા સકામાંજ આ નવી ઘટના બની, તે એ વખતે પરિસ્થિતિમાં કેટલું જોર પકડયું હશે! એ વસ્તુ અત્યારે જે કે સુપરિચિત થઈ જવાથી નજીવી લાગે, પણ એ નવી પરિસ્થિતિ ઉપજાવતાં તે વખતે ક્રાન્તિને વેગ કેટલે ઉલટ્યો હશે એની કલ્પના વિચારકને જ આવી શકે.
‘ઉત્તરાધ્યયન” ના ૨૩ મા અધ્યયનમાં કેશિૌતમને સંવાદ ચાલ્યો છે. ત્યાં તેમના એક-બીજાના સાધુઓ એક-બીજાની આચાર-નિયમાદિની ભિન્નતા જોઈ શકિત થાય છે. પછી સમાધાન માટે એ બન્ને મહાત્માઓ ભેગા થઈ જ્ઞાન-ચર્ચા કરે છે. કેશી પૂછે છેઃ પાર્શ્વનાથે ચાર મહાવ્રતને માગ બતાવ્યા અને વર્ષમાને પાંચ મહાવ્રતને બતાવ્યું એનું શું કારણ? આમ જુદા જુદા માગ સર્વજ્ઞના શાસનમાં કેમ? વળી, વર્ધમાને “અલક” ધમં બતાવ્યા અને પાર્શ્વનાથે વઝ-પરિધાનની મોકળી અનુજ્ઞા આપી. એમ જુદુ પ્રવચન કેમ કરાયું હશે? અહંનના શાસનમાં આમ જુદા રસ્તા કેમ ?
કેશીના આ પ્રકને પર ગૌતમ વદે છે. શાસ્ત્રના અક્ષરોથી નિર્ણય ન થઈ શકે. પણ પ્રજ્ઞાથી વસ્તુસ્થિતિ સમજવી જોઈએ. જે સમયમાં જે જેવા વાય છે તે પ્રમાણે ધર્મનાં આચાર-વિધાન નિરૂપાય છે. અભદેવ અને મહાવીરના જમાનાના છ ક્રમશઃ જુ-જડ અને વક-જડ પ્રાયઃ હાય છે. એટલા માટે તે સમયને અનુલક્ષીને ધમને વ્રત-નિયમો અને વેષાદિ વ્યવહાર તેવા પ્રકારના ઘડવા પડે છે. તે સમયના જેની તેવી સ્થિતિ હાઇ, મહાવ્રતના નિયમે તેમને માટે પાંચ રખાવા એગ્ય ગણાય છે અને તેમનું અભ્યાસ-વિધાન કડક રાખવાની જરૂર હોઈ તેમને માટે વેષાદિમાં અલક” પણાનું બંધારણ રાખવામાં આવે છે. વચ્ચેના સમયના અહંનેના જ પ્રાયઃ અપેક્ષાકૃત ઉચ્ચ દષ્ટિના હોઈ તેમનું ધમ-બંધારણું પહેલા-છેડલા અર્ડનના સમય જેવું ઘડવાની જરૂર નથી રહેતી. તેમની પ્રજ્ઞાશક્તિ અને મને ભાવના વિશિષ્ટ હોઈ ચાર મહાવ્રતની પરિભાષા તેમને માટે પુરતી ગણાય છે, અને વેષાદિ પર નિયમન મૂકવાની આવશ્યકતા રહેતી નથી.
આ ઉપરથી શું સમજાય છે? જે દદી હોય તેવો તેને સારુ ઔષધ-પ્રયોગ રાખવામાં આવે છે. જે સમયના જીવો જેવા “દદ,” તેવા પ્રમાણમાં તે સમયમાં ધર્માચરણનાં બંધારણ ઘડાય છે. ધર્મના બાહ્ય વ્યવહારમાં બેટી જકક પકડવી એ અજ્ઞાનદશા છે. સમય પરત્વે ધમસંસ્થામાં પણ સંસ્કરણ થયાજ કરે છે એ વાત કેશી-ૌતમના સંવાદમાં સાફ કહેવામાં આવી છે. તે અધ્યયનની ૩૩ મી ગાથામાં ટીકાકાર પણ સાફ જણાવે છે કે, ધમને મૂળ માગ જ્ઞાન-દર્શન ચારિત્ર એજ છે.
For Private & Personal use only
Jain Education International
www.jainelibrary.org