________________
સુવાવડ.
ખેદની વાત છે કે સુવાવડી તરફ આપણા સમાજની એવી ધૃણા-દૃષ્ટિ છે કે, તે બીચારીને ગુટેલા વાણુને ખાટલે અને સુવાવડખાતાનું રાખી મૂકેલું ગંધાતું ગાભા જેવું દડું કે સાદરૂં આપે છે. જ્યાં ઉજાશ નથી, હવા આવવાની જગ્યા નથી એવી અંધારી કોટડીમાં તે ગરીબડીને પૂરવામાં આવે છે. આ કેટલી મૂર્ખાઈ ગણાય ! વળી બીજી મૂર્ખાઈ એ પેસી ગઈ છે કે સુવાવડીની સુવાવડ કરવામાં પાપ મનાયું છે. ગજબ ! ત્રિશલા માતા (ભગવાન મહાવીરનાં માતુશ્રી) ની જેમણે સુવાવડ કરી તેમને પાપ લાગ્યું હશે કેમ ? સુવાવડ એક જાતની માંદગી ગણાય; એવી માંદગીવાળીની સેવા-સુશ્રુષા કરવી એ તે સેવાધમ છે, દયાધમ છે, પરોપકારધમ છે, એ અનુકમ્પ છે અને એમાં પુણ્ય છે. આ વાત બાઈઓ ખાસ ધ્યાનમાં એ અને સાધુ-સાધ્વીઓ પણ એવી બાધા આપવાની ખટપટમાં ભલા થઈ ન પડે.
વ્યાયામ અને અંગખીલવણી.
પૂર્વકાળને પુરૂની જીવનીઓ દેતાં માલુમ પડે છે કે, તેઓ યોગ્ય ઉમ્મરે વિવાહિત થવા પહેલાં અંગખીલવણી અને શસ્ત્રકલાઓને અભ્યાસ કરતા હતા. દુર્યોધન, ભીમ અને અર્જુનની બાલ્યાવસ્થાની કસરત અને તેમના શખેલે આ વાતની સાબિતી છે. ભગવાન્ મહાવીરદેવના પિતા સિદ્ધાર્થ રાજાનાં વિવિધ પ્રકારના વ્યાયામનું વર્ણન, જે કલ્પસૂત્રમાં આપેલું છે તે સપષ્ટ પુરવાર કરે છે કે, પૂર્વકાળના પુરૂષની દિનચર્યામાં વ્યાયામક્રિયા પણ એક આવશ્યક ક્રિયા ગણાતી હતી. કુમારપાળ રાજાનાં વ્યાયામનું વર્ણન હેમચન્દ્રાચાર્ય પ્રાકૃત દ્વયાશ્રય” કાવ્યમાં કરે છે. રાજકુમાર હોય કે વણિક કુમાર હાય. દરેકને બ્રહ્મચર્ય તથા વ્યાયામ દ્વારા, શરીરખીલવણની સખ્ત જરૂર છે. આ વિષયમાં વસ્તુપાલ-તેજપાલ, વિમળશાહ, ઉદયન, બામાશાહ વગેરે વણિક સજજનેનાં ઉદાહરણ મશહૂર છે. પહેલી ઉમ્મરમાં બધે બંધાઈ ગમે તે બંધાઈ ગયો. પછી તે છે કે “જાગ્યા ત્યાંથી સવાર છે જ.” પણ “રાઈના ભાવ રાતે ગયા” એમજ કહેવાય. સ્ત્રીઓને અંગકસરતની જરૂર.
પુરૂષની જેમ એને પણ અંગખીલવાણીની જરૂર છે. પૂર્વકાળની કુમારીઓ તથા મહિલાઓની શક્તિઓનાં વર્ણન જોઈએ છીએ. ત્યારે આજની કમર અબળાઓની નિર્બળ દશા પર ખજ દિલગીર છુટે છે. પરિણામે જેવી ભૂમિ તે પાક થાય એમાં શી નવાઇ? ગામડાંની કણબણે. પટેલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org