________________
દડે કે ખર્ચ.
આ પ્રમાણે દાડો કે ખર્ચ કરવાની રીત પણ દુષ્ટ છે. મરનારને પાછળ જે ગરીબ અને દુઃખી કુટુંબ છે તેની સારસંભાળ લેવી દૂર રહી, તેને સહાયતા પહોંચાડવી દૂર રહી, પણ તેનું બચ્ચું-ખુ... પણ ઝાપટવાને થાળી-લેટે લઈ દેડયા આવવું એ કઈ જાતની માણસાઈ ગણાય! દયાના હિમાયતીઓ કેવળ લીલવણી–સુકવણીની ઝીવટમાં રોકાઈ જઈ આવા માનવદયા કરવાના પ્રસંગે નિષ્ફર વ્યવહાર આચરે એ તેમના દયા-ધમને ઝાંખપ લગાડનાર નથી શું ? વસ્તુતઃ દાડે કે ખર્ચ કરવાની પ્રથા મિથ્યાત્વના મૂળમાંથીજ ઉદ્દભવી છે. એટલે એવી નિરર્થક અને હાનિકારક પ્રથાને ઉખેડીજ નાખવી રહી. તેટલું ધન કેળવણીમાં, સાધમિકોના ઉદ્ધાર-કાર્યમાં યા પરેપકાર-ક્ષેત્રમાં વાપરવું ઘટે.
આરોગ્ય અને સ્વચ્છતા.
આરોગ્ય માટે ચોખ્ખી હવા, શુદ્ધ રાક, વચ્છ જળ અને વસ્ત્ર તથા ઘર-મકાનની ચેખાઈ વગેરેની જરૂરીયાત છે પણ દિલગીરીની વાત છે કે ગુજરાત-કાઠીયાવાડમાં એડા-જૂઠાને વિચાર બહુ ઓછો હોય છે. આ બન્દાને લીધે તેઓ વગેવાય છે, બીજા દેશવાળાએ તેમની ટીકા કરે છે, તેમને હસે છે. ગળામાં પાણી પીધેલા લોટ કે પ્યાલા ફરીથી બળાય એ ઓછી મલિનતા છે ? એવા પાણીમાં અનેક માણનાં મેંઢાની લાળ કે છોકરાનાં નાકનાં લીટ દાખલ થવા સંભવ નથી કે ? આથી ધાર્મિક દષ્ટિએ જીની વિરાધના થવા ઉપરાંત ક્ષય. ખાંસી વિગેરે ચેપી રોગ પણ લાગુ પડે. એડા ભાન હાંડલામાં પાછા નંખાય, એઠી કરેલ રોટલી રોટલીના ભાજનમાં પાછી મૂકી દેવાય. કડછીથી કઢી ચાખીને પછી એની એ કડછી કઢીની હાંડલી માં નખાય, કાળાં મેંશ જેવાં મહેતાં થી કામ લેવાય, કણેક મસળતાં પડખે બેઠેલ બ ળકનું હાં કે નાક સાફ કરી એવા ને એવા વીંટાળા હાથે ફરી કણેક મસળાય. આવી આવી અનેક ગાઈએ વાણિયાએના ઘરમાં ઘુસેલી છે એ ખરેખર શરમાવા જેવું છે.
અરગ્ય માટે કપડાં–લત્તાની જેમ બિછાનાં પણ સ્વચ્છ રાખવાની જરૂર છે. તેને મેલાં-ગદાં રાખી જોત્પત્તિ વધારવી એ જીવહિંસા કરવા બરાબર છે. સ્વચ્છતાના નિયમ પર ધ્યાન આપી જીવ-જંતુઓ ઉપજવા ન પામે તેમ પહેલેથીજ એગ્ય ગઠવણ રાખવી એમાં જ અહિંસાધમીનું ડહાપણું અને અહિંસા-ધર્મનું પાલન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org