SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનવિભાગ નવ નવ રૂપ નિરતિ નિર્મલા, ત્રીજી અભુત અક્ષર કલા. વર દેઈ દેવી સંચરી, વિમલ વધાવિ વિધાધરી–૭૩. વિમલનું મોસાળ બહુ ગરીબ હતું એટલે તેનાથી વિમલને પરણાવવાનું ખર્ચ થઈ શકે તેમ નહોતું વિમલની માતાએ પણ કહ્યું કે પૈસા સિવાય હું વિમલનાં લગ્ન નહિ કરું. કારણ કે તેના દાદા લાહીર મંત્રી હતા માટે તેમના કુટુંબને છાજે તેમ તેનાં લગ્ન થવાં જોઈએ. આમ રકઝક કરતાં એક વખત વિમલને ખેતરમાંથી ખોદતાં પુષ્કળ ધન મળ્યું. અને તે પસાથી તેના કુટુંબને છાજે તેવી સારી રીતે લગ્ન કરવામાં આવ્યાં. વિમલ હવે પાટણ રહેવા આવ્યા અને ત્યાં પિતાની અદ્ભુત બાણકળાને પરિચય એક વખતે ગુર્જરેશ ભીમને કરાવ્યો. ભીમે તેની બાણકળાથી ખુશી થઈ તેને માટે સેનાધિપતિ ની. વિમલ પિતાની ચતુરાઇથી ધીમે ધીમે આગળ વધ્યો અને ઠેઠ ગુર્જરેશને મહામંત્રી પણ થશે. વિમલની મંત્રી તરીકેની કારકીર્દી બહુ પ્રશસ્ય હતી. તે વખતના ગુજરાતના બધા ખંડીઆ રાજાઓ અને મંડલીકે તેનાથી બીતા હતા. તે વખતને ભરૂ ધરાધીશ ભેજને પણ તેણે હરાવ્યો હતો તથા ઠઠ્ઠાને રાજા બમણુ–પંડીઆને પણ તેણે હરાવ્યો હતો. આ સિવાય બીજી મુખ્ય લડાઈ ક્યાંય થઈ નથી લાગતી. પરંતુ વિમલપ્રબંધકાર કહે છે કે પૂર્વના રામનગરના બાર સુલતાનેને તેણે હરાવ્યા હતા. આને માટે અત્યારે તે વિશેષ પુરાવો મળ મુશ્કેલ છે બલકે નથી. છતાં રા. મણીલાલ વ્યાસ આ સંબંધી કાંઈક સમાધાન કરે છે તે આ પ્રમાણે છે. સંવત ૧૦૮૦ માં શહાબુદ્દીન ગોરીએ ગુજરાત ઉપર ચડાઈ કરી અને તેણે ગુજરાત જીત્યું. ગુર્જરેશ હાર્યો નાઠે અને કથકેટના કિલ્લામાં ભરાયો હતો. પછી સુલતાનનું વિજયી સૈન્ય પાછું જતું હતું તે વખતે વિમલે ત્યાં જઈ લાગ સાધી તેના પટાવતે ઉપર જીત મેળવી હોય અને જૈન સાધુઓએ પટાવતેને સુરગાણ નામથી ઓળખાવ્યા હોય તે હકીકત સંભવે છે. (રા. વ્યાસનું આ સમાધાન કંઇક અંશે ઠીક છે પરંતુ હજી વિશેષ માહિતીની જરૂર તો છે જ.) આ સિવાય વિમલે કઈ કઈ લડાઈ કરી તેને કોઈ ખાસ ઉલ્લેખ નથી. પરંતુ જે હકીક્ત મળે છે તે ઉપરથી માલમ પડે છે કે “વિમલ એક બહાદુર યોદ્ધો હતો, પાકે મુત્સદી હતા તે તેણે ૧. કવિ કહે છે કે આ ધન મળ્યું તે પણ માતાના પ્રતાપથી જ. જુઓ વિમલપ્રબંધ. પૃ. ૧૮૩. ૨. ઈમ કરતાં જુ તુમનિ કેડ, બાણ તણું દેખાડું મોડ બાલ સુઆરી કરૂ સાથરૂ, પેટી પાન અઠેર ધરઉ–૨૨ કહુ તેમાં વધું મનરંગિ, બાણ ન લાગિ બાલક અંગિ જુ અધિકું ઊછઊં વીંધાઈ, તુ માથું અહ્માફ જાઈ–૨૩ કલા દિષાડું અવર પ્રકારિ, વિલેણ વિલવઈ નારી. ઝબકઈ વધી જાઈ ઝાલિ, પંપણ પસર ન લાગિ ગાલિ–૨૪ અર્થ સમજાય તેમ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy