SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જ કવિઓ વાનને સિંચી સિંચી નવવિકસિત બનાવવામાં પણ તેઓએ નિર્જન વનમાં રહી રહીને પણ અથાગ પ્રયત્ન સેવ્યો છે. મહાન પ્રખર નિયાયિક આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર ૧૮૪૪ ગ્રંથના પ્રણેતા, શ્રીહરિભદ્રસૂરિ, અને કલિકાલ સર્વત્ર બાલબ્રહ્મચારિ પંડિતવર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વર જેવા ધુરંધર આચાર્યોની અથાગ સેવાથી ધન પ્રજાજ નહિ બલ્ક સમસ્ત આર્યાવર્ત ગર્વભર્યું હાસ્ય કરી રહ્યું છે. તેમાંથી સિદ્ધસેન દિવાકરે મહાન વીર વિક્રમની સભા શોભાવી હતી, આચાર્ય શ્રી બપ્પભટ્ટ સૂરિએ ગોપુર (વાલિયર ) ના મહારાજાની આમ સભા શોભાવી હતી. નવાંગીટીકાકાર શ્રીઅભયદેવસૂરિએ ગુજરાતના મહારાજા ભીમદેવની સભા શોભાવી હતી. તેમજ બાલબ્રહ્મથારિ શ્રી હેમચંદ્રસૂરિશ્વરે ચક્રવતી કુમારપાલની સભા શમાવી હતી અને છેલ્લે જગદ્ગુરૂ શ્રીહીરવિજયસૂરીશ્વરે મોગલ કુલતિલક સમ્રાટ અકબર જેવા વિદેશી રાજ્યકર્તાની સભા શોભાવી અહિંસાના પવિત્ર મંત્રથી તેના હૃદયને કોમળ બનાવ્યું હતું. આ સિવાય ઘણું જૈન સાધુ મહાત્માઓએ ભારતવર્ષમાં અહિંસાના પવિત્ર મંત્ર ફેલાવી ભારતવર્ષને નંદનવન બનાવવાનું મહત પુણ્ય ઉપાર્જન કરેલ છે. જેમાં તેમણે ભારતવર્ષની અથાગ સેવા કરી છે તેમ આપણી ભાષા સાહિત્યરૂપી બગીચાને પિતાની વાણી અને કલમ દ્વારા વિકસિત બનાવી સુંદર ફલોથી લચકતો બનાવ્યો છે. આવી રીતે જૈન કવિઓએ પણ પોતાની સુંદર કલમથી સુંદર કવન કરી સાહિત્યને અપૂર્વ રીતે ખીલવ્યું છે. જે કદી સંસ્કૃત, પ્રાકૃત કે ગુજરાતી ભાષા સાહિત્યમાંથી જૈનોને ફાળો બાદ કરવામાં આવે તો બાકીનું સાહિત્ય નહિ જેવું જ થોડુંક જ રહેશે. ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા, પાદર્શન શાસ્ત્રવેત્તા શ્રીહરિભદ્રસૂરિશ્વર તથા શ્રી હેમચંદ્રસૂરિશ્વરને ઈને સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય રડે તેમ છે. જૈન સાધુમહાત્માઓનાં સુંદર કાવ્યો ઘણાં છે. પરંતુ હું લાચાર છું કે તેમાંથી કોઈ પણ સાધુ મહાત્માનું જીવનચરિત્ર–તેમના જીવનનાં નામ નિશાન પણ નથી મેળવી શક્યો. માત્ર પ્રખ્યાત કવિઓનાં પણ કવચિતજ જીવનચરિત્ર મળી શકે છે કે જેમાંના પ્રખ્યાત કવિઓમાં, કવિ શિરોમણી શ્રી હેમચંદ્રસૂરિશ્વર કે જેઓશ્રીનાં મહાકાવ્ય બે સાશ્રય, ત્રિષષ્ટિ તથા સાહિત્યમાં કાવ્યપ્રકાશની કક્ષાને કાવ્યાનુશાસન એક અદ્ભુત ગ્રંથ છે. આ સિવાય જ્યન્તવિજય કાવ્યના કર્તા શ્રીઅભયદેવસૂરિ (બીજા) તથા શ્રીવર્ધમાન સૂરિ પણ મહાકવિ હતા કે જેમનું અત્યારે પ્રખ્યાત વાસુપૂજય ચરિત્ર કે જે ચરિત્ર કરતાં મહાકાવ્યની ગણતરીમાં પણ શ્રેષ્ઠ છે. આ બન્ને મહાત્માનાં જીવનચરિત્ર મને નથી મળી શક્યાં તેમજ શ્રીસમપ્રભસૂરિ કે જેઓ મહાન ગ્રંથકાર, પ્રસિદ્ધ આચાર્ય અને મહા કવિ તરીકે સુપ્રસિદ્ધ છે. તેઓશ્રીની સૂક્તમુક્તાવલી, વૈરાગ્યતરંગિણી તેમજ પ્રાકૃતમાં કુમારપાલ પ્રતિબંધ મહાકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. ગુ. વિ. આ. શ્રીજિનવિજયજી તેમને છેલ્લા પાકત કાવ્યના કર્તા તરીકે ઓળખાવે છે, તેમજ સપ્તસંધાન મહાકાવ્ય (કે જેમાં એકી સાથે સાત મહાપુરુષોનાં જીવનચરિત્ર શરૂ થાય છે.) ના કર્તા મહોપાધ્યાય શ્રીમેઘવિજયજી ગણી આ બંને મહાપુરુષોનાં જીવનચરિત્ર પ્રસિદ્ધ હોવાથી મેં નથી આપ્યાં. હું કવિઓનાં જીવનચરિત્ર બહુ ઓછાં મેળવી શકે છું તેમાં મુખ્ય દોષ મારે છે તો પણ ઘણું જૈન ગ્રંથકારે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy