SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જનવિભાગ સેવા અને પ્રચાર-કાર્ય જૈન સમાજ આજસુધી ભલે નથી પીછાણી શકી-પણ અનેક વિધાને જૈન ધર્મના અભ્યાસકે તેઓના હંમેશના ઋણી ને આભારી છે તેમાં શક નથી. એક તે સ્વર્ગસ્થ પૂજયપાદ શ્રી આત્મારામ (વિજયાનંદ સૂરિ) કે જે પ્રખર વિદ્વાન અને જૈન સમાજના તે વખતના નેતા ને આચાર્ય હતા–સને ૧૮૯૩ માં અમેરિકાના ચિકાગો શહેરમાં જગતની સર્વ ધર્મ–પરિષદ” માં તેઓશ્રીને નિમંત્રણ કરવામાં આવ્યું હતું. સાધુ હદને અને જૈન સાધુ સદાને માટે પગે ચાલીને ગામેગામ ને દેશદેશ વિચરનાર અને દર ચોમાસામાં એક જ સ્થાનમાં રહેનાર તેમ જ ભિક્ષા લાવીને જીવન નિર્વાહ ચલાવનાર તે સત્ય-બ્રહ્મચર્ય-અહિંસા-અસ્તેય અને અપરિગ્રહના વત વાળા હોઈને તેઓ ત્યાં જઈ શકે તેમ નહોતું, તેથી તેમણે મહુવાના વતની તે વખતના જૈન એસેસી. એશનના મંત્રી રા. વીરચંદભાઈ રાઘવજી ગાંધીને પિતાના પ્રતિનિધિ તરીકે મોક૯યા અને રા. વીરચંદ રાઘવજી ગાંધીએ પરિષદમાં અત્યુત્તમ ભાષણ આપી જૈન ધર્મના ઉત્તમ સિદ્ધાંતની ઝાંખી વિદ્વાનને કરાવી. તેઓએ ત્યાર પછી અમેરિકા અને યુરોપમાં પ્રવાસ કરી સ્થળે સ્થળે ભાષણ આપી અનેક વિદ્વાનોને આકર્ષ્યા, કેટલાક જૈન ધર્મનું રહસ્ય સમજાવ્યુંશીખવ્યું અને ત્યારથી અનેક વિદ્વાનો આ દિશામાં વળ્યા. શ્રીયુત ગાંધીએ અનેક વિદ્વાનને જૈન ધર્મ તર૬ એટલા આકર્ષ્યા કે મી. હટ વોરન અને મી. એ ગોર્ડન જેવા વિદ્વાનોએ Jain તરીકે પિતાની સરનેમ રાખી અને જૈન કહેવડાવવાને તેઓ ગૌરવ માનવા લાગ્યા. મો. હર્બટ-વોરન પિતાના પત્રમાં લખે છે કે “મારી ૩૪ વર્ષની ઉમરે શ્રીયુત વીરચંદ ગાંધીના સહવાસથી ૧૯૦૦ ના માર્ચમાં જૈનધર્મ વિષે મને પહેલો પરિચય થયો. આજે પણ લંડનમાં તેઓ અને બીજા વિદ્વાને “Jain Literature Society” ચલાવી રહ્યા છે. ડે. હોર્નેલ આચાર્યશ્રી આત્મારામજી મહારાજના આભારી હતા. તેમના ઘણું પ્રશ્નોના જવાબ તેઓશ્રીએ આપ્યા હતા. કે. હોને તેમનું અંગ્રેજીમાં તૈયાર કરેલું ઉવાસદસાઓ સૂત્ર તેમણે આચાર્યશ્રીને અર્પણ કર્યું હતું. બીજા વીર પુરુષ સ્વ. આચાર્યશ્રી વિધર્મ સરિ હતા, જેઓએ દોઢ વર્ષ પહેલાં શિવપુરીમાં સ્વર્ગવાસ કર્યો અને જેનાં સંસ્મરણે અનેક વિદ્વાને અને તેમના યુપીયા શિષ્યોએ લખેલ હૃદદગાર આજે પ્રેસમાંથી બહાર પડી ચૂક્યાં છે. એ આચાર્યશ્રીએ પાશ્ચાત્ય વિદ્વાનમાં જેટલું કામ કર્યું છે, જેટલો પ્રચાર ને પ્રયાસ કર્યો છે તેટલો કઈ પણ વિદ્યાને નથી કર્યો તેમ તટસ્થ દ્રષ્ટિએ પણ કહેવા મન થઈ જાય છે. આચાર્યશ્રી પિતે પ્રખર વિદ્વાન અને સાહિત્યપ્રેમી હતા. તેમણે અનેક કામ કરીઅનેક સંસ્થાઓ ખેલી-ગામેગામ ને દેશદેશ ભ્રમણ કરી ધર્મવીર નામ સાર્થક કર્યું છે. અનેક વિદ્વાનોના કાગળો ને પક-આભારે ને અભિનંદનો-મારી સામે હું જઈ રહ્યો છું અને તે વાંચી તેમની ઉદારતા, વિદ્યાને અપનાવી લેવાની શક્તિ, પ્રચંડ જલ્સ ને અનેક યોજનાઓની ઝાંખી થાય છે. કેઈને પત્રધારા, કેદને પ્રશ્નનાં સમાધાન લખી, કોઈને સૂચના ને સલાહ આપી કેને હસ્તલિખિત પ્રતો જેવા અપાવી, કોઈને જૈન સાહિત્યના પુસ્તકોના સંગ્રહ મેલ્લી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy