SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) પંડિત સુખલાલજીનું ભાષણ. પણ શબ્દનું પ્રામાણ્ય સ્વીકારી ચાલવામાં છે. તે ઉપરાંત આ ત્રણે મુખ્ય સંપ્રદાયના ન્યાયની ભિન્નતાનું એક બીજું પણ બીજ-કારણ છે અને તે વિષય ભેદ છે. વૈદિક ન્યાય કઈ પણ તને સિદ્ધ કરતે હોય ત્યારે તે સાધ્યતત્વને અમુક એક રૂપેજ સિદ્ધ કરે છે. જેમકે આત્મા વગેરે તને વ્યાપક અથવા નિત્યપેજ અને ઘટ આદિ પદાર્થોને અનિત્ય રૂપેજ, બાદ્ધ ન્યાય આંતર કે બાહ્ય સમગ્ર તને એકરૂપેજ સિદ્ધ કરે છે, પણ તે એકરૂપ માત્ર ક્ષણિકત્વ. તેમાં ક્ષણિકતના વિરૂદ્ધ પક્ષ સ્થાયીત્વને કે નિત્યત્વને બિલકુલ અવકાશ નથી. જેન જાય એ વૈદિક અને દ્ધ ન્યાયની વચ્ચે રહી પ્રત્યેક સાધ્ય તને માત્ર એકરૂપે સિદ્ધ ન કરતાં અનેક રૂપે સિદ્ધ કરે છે. આ કારણથી જેને ન્યાય બીજા ન્યાય કરતાં જુદો પડે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે જે ન્યાય જૈનાચાર્યોએ રચેલે હોય, જે કેવળ પિરુષેય આગમનું પ્રામાણ્ય સ્વીકારી ચાલતું હોય અને કઈ પણ તત્ત્વનું સાપેક્ષ દષ્ટિએ નિરૂપણ કરતો હોય તે જેને ન્યાય એક બીજાના પ્રભાવથી થયેલ વિચારક્રાંતિ–એક સંપ્રદાય અમુક તો ઉપર વધારે ભાર આપતો હોય, ત્યારે જાણે કે અજાણે તેનો પ્રભાવ બીજા પાડોશી સંપ્રદાય ઉપર અનિવાર્ય રીતે પડે છે. જે જૈન અને બૌદ્ધ સંપ્રદાયની અહિંસાને પ્રભાવ વૈદિક સંપ્રદાય ઉપર પડ્યાની વાત માની લેવા તૈયાર થઇએ તે સત્ય ખાતર એ પણ માની લેવું જોઈએ કે વૈદિક વિદ્વાનોની દાર્શનિક પદ્ધતિની અસર બીજા બે સંપ્રદાય ઉપર પડી છે. જો કે સામાન્ય ન્યાયસાહિત્યના વિકાસમાં ત્રણે સંપ્રદાયના વિદ્વાનેએ અને આચાર્યોએ ફાળે આપે છે, છતાં પહેલેથી છેલ્લે સુધી ન્યાયસાહિત્યનો તથા પાઠન-પાઠનને ઇતિહાસ જોતાં એવા નિર્ણય ઉપર આપોઆપ આવી જવાય છે કે ન્યાયના તની વ્યવસ્થા કરવામાં પ્રધાનસ્થાન વૈદિક વિદ્વાનોનું છે. એ વિષયમાં તેઓને પ્રભાવ સ્પષ્ટ છે અને આજ કારણથી ક્રમે ક્રમે બદ્ધ અને જૈન વિદ્વાને પોતાની આગમામાન્ય પાલી અને પ્રાકૃત ભાષા છોડી વૈદિક સંપ્રદાય માન્ય સંસ્કૃત ભાષામાં પિતાની પદ્ધતિએ ન્યાયના ગ્રંથ રચવા મંડી ગયેલા છે. જૈન સાહિત્યની પ્રધાન બે શાખાઓ –ભગવાન મહાવીરના સમયમાં જૈન સંઘ પ્રધાનપણે મગધ અને તેના આસપાસના પ્રદેશમાં હતો. પછી લગભગ એક સૈકા બાદ તે સંઘ બે દિશાઓમાં વહેંચાય. એક ભાગ દક્ષિણમાં અને બીજો ઉત્તરમાં. ત્યાર બાદ થોડાક સૈકાઓ વ્યતીત થયા કે તે વહેંચાયેલ બે ભાગે સ્પષ્ટ રૂપે જુદા પડી ગયા. એક દિગંબર અને બીજે તાંબર - ક્ષિણવતી શ્રમણ સંઘ પ્રધાનપણે દિંગબર સંપ્રદાયી થયે, અને ઉત્તરવતી શ્રમણ સંઘ પ્રધાનપણે વેતાંબર સંપ્રદાયી થયે. આ રીતે વિભક્ત થયેલ શ્રમણ સંઘે જે સાહિત્ય રચ્યું તે પણ બે ભાગમાં આપોઆપ વહેંચાઈ ગયું. પહેલું દિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy