SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જેન સાહિત્યની હિતાવહ દિશા. (૨૩) કેઈ એક રાજાને રીઝવી. તેની પાસેથી દ્રવ્ય મેળવી, એ દ્રવ્યવડે અમારી આખી નાતને ભેજન કરાવે તે હું મારી પુત્રી તેને પરણાવું. ” રૂપમુગ્ધ કુમારે તે સરત પણ સ્વીકારી. પછી તેણે નાયકળાની તાલીમ લેવા માંડી. ક્રમે ક્રમે તે એક કુશળ નટ બન્યા. પછી એક રાજા પાસે જઇ તેણે પિતાનો ખેલ બતાવવાની રજા માગી. રાજાએ તે આપી અને પિતે પિતાની રાણી તથા બીજા અમલદારો સાથે નટના ખેલમાં હાજર થયે. ઇલાયચીકુમારે એક પછી એક એવા અદ્દભુત ખેલ કર્યા કે આખા પ્રેક્ષવર્ગ ચકિત થઇ ગયા. ખેલ ખલાસ થવા આવ્યો, પણ રાજાજીએ ઇનામ સંબંધે એક શબ્દ સરખે પણ ન ઉચ્ચાર્યો. ઇલાયચીકુમારની આટઆટલી કુશળતા અને શ્રમ તરફ તેનું લક્ષ્ય પણ ન ખેંચાયું; કારણકે તે તે કુમારની કુશળતા જેવાને બદલે પેલી રૂપવતી નટપુત્રીની સુંદરતા નિહાળવામાં ચકચૂર બની ગયું હતું. મોહાંધ મનુષ્યનું મન પિતાના મોહપાત્રને છોડી બીજી તરફ જઈ શકતું નથી. કુમારે ફરી ફરીને બે ત્રણ વાર પોતાના પ્રયોગ કરી બતાવ્યા, પણ રાજાનું ચિત્ત પેલી દેલ વગાડતી નરપુત્રીમાં પરોવાયેલું તે કેમે કરતાં કુમાર તરફ ન વળ્યું તે નજ વળ્યું. તે ચિંતવવા લાગ્યા કે—. આ ઉંચા વાંસ ઉપર આધાર વગર નાચતે કુમાર જે નીચે પડે અને મરી જાય તો કેવું સારું ? જો તેમ થાય તે આ સુંદર નદી મને પ્રાપ્ત થાય. ” બરાબર તે જ વખતે ઉંચા વાંસને છેડે ચડેલા ઇલાયચીકુમારે એક અદભુત દૃશ્ય જોયું. ગામની એક પળમાં એક મુનિ મહારાજને એક અત્યંત રૂપ-સાંદર્ય-લાવણ્યવતી નારી નિર્ભયપણે આહારાદિ સામગ્રી બહેરાવી રહી છે અને પિલા સંયમી મુનિરાજ પૃથ્વી તરફ નીચાં ને ઢાળી શાંત ભાવે ઉભા છે. ઇલાયચીકુમારે વિચાર કર્યો કે-પિતાની સામેજ જગતના સમસ્ત સિાંદર્યના ભંડાર ખુલ્લા હોવા છતાં આ મુનિ મહારાજનું તે તરફ લેશમાત્ર ચિત્ત નથી જતું એ કેવું આશ્ચર્ય ? તેમના પિતાના મનમાં જ કેટલું અગાધ સાંદર્ય હોવું જોઇએ કે જેથી આ સામેનું સૌદર્ય તેમને તુચ્છ અને તૃણવત્ લાગે છે ? ધન્ય છે તેમના સંયમને, ધન્ય છે તેમની અચંચળ મનવૃત્તિને ! આ રીતે શુભ વિચારની શ્રેણીએ ચડતાં તેને મોહને પડદા તુલ્યો અને આત્મજ્ઞાનનો ઉદય થયો. રાજાને પેલી નટીમાં અને રાણીને પિતાનામાં મેહમુગ્ધ થયેલાં પિતાના જ્ઞાનદર્પણમાં જયાં. અંતે તેમને સૌને પણ તેના ઉપદેશથી આત્મસૌંદર્યનું દર્શન થયું. આ કથા અમારા જનસમાજમાં સારી પેઠે પ્રચાર પામેલી છે અને તેને લગતાં ચિત્ર પણ છે કે મંદિરમાં જોવામાં આવે છે. અછવિધ સામાયિકમાં પરિજ્ઞાનાત્મક સાતમી સામાયિક સાથે આ કથાને સંબંધ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy