SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જૈન વિભાગ ચામર છત્ર મુરા તબ ભેટ ગિગડ ધંધૂ બાજિયે રે, સમયસુંદર તૂહી જગત્ર ગુરૂ પતસાહ અકબર ગાજિયે રે. ૬ હેજી જ્ઞાન વિજ્ઞાન કલા ગુણ દેખ મેરા મન સદગુરૂ રીઝીયેજી, હુમાયુકે નંદન એમ અર્બ, અબ સિંધ (માનસિંધ) પટેધર કીજીયેજી, પતસાહ હજૂર થ સંઘ સૂરિ મંડાણ મંત્રીશ્વર વીંઝીયેજી, જિણચંદ પટે જિસિંહ સુરિ ચંદ સૂરજ જૂ પ્રતપીજીયેજી. ૭ હેજી રીહડવંસ વિભૂષણ હંસ ખરતરગચ્છ સમુદ્ર શશી, પ્રતો જિન માણિક્ય સૂરિ કે પાટ પ્રભાકર ન્ પ્રણમ્ ઉલસી, મન શુદ્ધ અકમ્બર માંનત હૈ જગ જાણત હૈ પરતીત એસી, જિનચંદ મુણદ ચિર પ્રત સમયસુંદર દેત આશીશ એસી-૪ ૮ આ પરથી એમ અનુમાન થાય છે કે જિનચંદ્રસૂરિ, અકબર બાદશાહે બોલાવવાથી ગૂજરાતમાં હતા ત્યાંથી અનેક શિષ્યો સાથે લઈ ગયા તેમાં સમયસુંદર હતા. ગુજરાતમાંથી વિહાર કરતાં પહેલાં જાલોર, ત્યાંથી મેદિનીતટ મેડતા, નાગર એમ મારવાડમાંથી પસાર થઈને લાહોર આવ્યા. સં. ૧૬૪૯ પહેલાં તો સમયસુંદર ગૂજરાતમાં જ રહ્યા હતા અને સં. ૧૬૪૮ માં લાહોર આવી ઉપાધ્યાય પદ મેળવી પછી તે બાજુ ને વિશેષમાં મેવાડ-મારવાડમાં પ્રવાસ કર્યો છે, અને તેથી તેમની મુખ્ય ગૂજરાતી ભાષામાં અનેક દેશોના પ્રાન્તીય શબ્દ, મારવાડી શબ્દો, ફારસી શબ્દ જોવામાં આવે છે. આ વાત તેમણે જે ગ્રંથ રચ્યા તેના નિર્દિષ્ટ સ્થલપરથી-તે ગ્રંથો પરથી જણાઈ આવે છે. સં૧૬૫૮ અમદાવાદ, સં. ૧૬૫૯ ખંભાત, સં૦ ૧૬૬૨ સાંગાનેર, સં. ૧૬૬૫ આગ્રા, સં. ૧૬૬૭ ભરેટ, સં૦ ૧૬૬૮ મુલતાન, સં. ૧૬૭૨ અને ૧૬૭૩ મેડતા. સં આ અષ્ટક “મહાજન વંશ મુક્તાવલિ”—ઉ રામલાલ ગણી. રાંઘકી વિદ્યાશાલા બીકાનેરમાંથી તેની પ્રસ્તાવના પૃ૦ ૫-૬ પરથી ઉતારેલું છે. તેમાં વિશેષ જણાવ્યું છે કે “આ વખતે નિકાસ (ચિતારા) એ તસવીર બાદશાહ અને ગુરુમહારાજની ઉતારી તે બીકાનેરના ખરતર ભટ્ટારક શ્રી પૂપજી પાસે મેજૂદ છે. ચિતારાએ બાદશાહ અકબરની સભામાંથી બાદશાહની પાછળ મુખ્ય ૩ તસબીર વખી છે. બિરબલ, કરમચંદ બછાવત, તથા કાજી ખાનખા; અને શ્રી ગુરુ મહારાજના સર્વ સાધુ સમુદાયમાંથી ૩ ત્રણ સાધુ નામ લખ્યાં છેઃ-વેષહર્ષ (ખરું નામ વિવેકહર્ષ) પરમાનંદ, તથા સમયસુંદર.” આ છબી પ્રકટ થાય તો ઘણો પ્રકાશ પડે અને કવિ સમયસુંદરની તસબીર મળી આવે. આવી જ છબી તપાગચ્છીય હીરવિજય સૂરિની તે વખતની પ્રકટ થઈ છે (જુઓ સાક્ષર શ્રી જિનવિજયજીએ પારસકેશની લખેલી ભૂમિકા સાથે પ્રકટ કરેલ છબી, તેમાં પણ અકબર સાથે ત્રણ અમીરાદિ, અને હીરવિજય સાથે ત્રણ જૈન સાધુઓ છે. આ અને ઉપરની છબી બંને એક તે નથી એમ શંકા રહે છે. વળી આ અષ્ટક જૈન સંપ્રદાય શિક્ષા (યતિ શ્રી પાલચંદ્રની) માં પૃ. ૬૪૯ ની ટિપ્પણીમાં પ્રકટ થયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy