SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જનવિભાગ દિલ્હી દરબારમાં જવા આવવા માંડયું હતું. એમણે પૃથ્વીરાજની કરેલ “વેલિ' (કૃષ્ણ રુકિમણીની વેલી) ૧૦નાં વખાણ સાંભળી પિતે યુવરાજ હતા ત્યારે અને પટ્ટાભિષેક થયા પછી જેસલમેરના સર્વે કવિ અને વિદ્વાનોને એકઠા કરી “મારૂઢેલાની વાર્તાના પ્રાચીન દેહા એકઠા કરી તેને વાર્તાના આકારમાં યથાક્રમે ગોઠવી જે ઉત્તમ ગ્રંથ બનાવશે તેને હું ઈનામ આપીશ” એમ કહી કેટલાક ગ્રંથ રચાવેલા. પિતા પાસે તૈયાર હતા તેમાંથી સર્વોત્તમ જે ગ્રંથ બન્યું હતું તે બાદશાહને ભેટ ધર્યો. આ વાતને મારૂઢેલાની વાર્તા પર જેટલા ગ્રંથો બન્યા છે તે હરરાજજીની આજ્ઞાથી બન્યા છે એવું છે સાત ગ્રંથોની પ્રશસ્તિ પરથી જણાતાં ટેકે મળે છે. (વાર્ય સં. ૧૯૭૩ માર્ગશીર્ષને અંક). આ રીતે આપણે આ મધ્યયુગના-સત્તરમા સૈકાના ખાસ વિશિષ્ટ ગુણો જોયા. જૈન કૃતિઓ અપ્રકટ હોવાના કારણે ય તે પર અલક્ષ હેવાના કારણે માત્ર જૈનેતર કૃતિઓ લઈ યુગોનાં લક્ષણો જૈનેતર બાંધે અને તે માટે તેમજ અમુકના અમુક જૈનેતર ઉત્પાદક એમ સિદ્ધાન્ત (theories ) ઘડે એ સ્વાભાવિક છે. પણ જે અત્રે ભારપૂર્વક નન્ને વક્તવ્ય છે તે એ છે કે જૈન કૃતિઓ પર લક્ષ રાખવાથી તે સિદ્ધાંતો ખંડિત બની ચૈતન્યશન્ય થાય તેમ છે. ગૂર્જર વાઝેવીનાં બંને સંતાને-જેતર તેમજ જૈન-સમાનદષ્ટિએ નિરખવાં ઘટે. બંનેને ફાળે સંયુક્ત અવિભક્ત પુંછ છે. કેઈ એ છો, કેઈ વધુ ફાળો આપે, પણ એક્રેયને અનાદર ન ઘટે. જેનેતરોમાં સંસ્કૃત ભાષા પ્રત્યેના મોહને લીધે, યા મુસલમાનોના આક્રમણથી થયેલી હિન્દુ રાજ્યની પાયમાલીને કારણે ભાષાસાહિત્ય મુખ્યપણે ન ખવ્યું હોય તે તે સંભવિત છે, તેમજ જૈનેમાં મુખ્યપણે ત્યાગી અને પરિભ્રમણશીલ સાધુઓ બ્રહ્મચર્ય સેવી વિદ્યાવ્યાસંગી રહી ભાષાસાહિત્યપ્રત્યેના મેહને લીધે તે વિશેષ ખીલવી શક્યા હોય તે તદ્દન સંભવિત છે: સ્વરણજીતરામ વાવાભાઈ મહેતાએ સત્ય રીતે અને આગળ વધીને જણાવ્યું છે કે – “અલાઉદ્દીન ખીલજીના સરદારએ ગુજરાતના હિંદુ રાજ્યને પાયમાલ કીધું ત્યાર પછી ચાલેલી અંધાધૂધીમાં નાસભાગ કરતા બ્રાહ્મણોએ શારદાસેવન ત્યજી દીધું, પણ મંદિર–પ્રતિમા આદિની આશ તના થવા છતાં જિન્સાધુઓ પિતાના અભ્યાસમાં આસક્ત રહ્યા અને શારદા દેવીને અપૂજ ન થવા દીધી. આવા ધર્મપરાયણ અને વિદ્વાન સાધુઓને પાટે, અમદાવાદની સલતનત તૂટી ત્યારે, શ્રી હીરવિજયસૂરિ નામે સાધુ હતા. આગ્રે જઈ ઈબાદતખાનામાં અકબર બાદશાહ અને અન્ય ધર્મીઓને તેમણે જૈનધર્મને મહિમા બતાવ્યો હતે. ૧૦ જુઓ ગુજરાતીનો દીવાળી અંક સં. ૧૮૭૭ પૃ. ૬૧. “રાઠોડ પૃથ્વીરાજ અને વેલી ક્રિસને રૂકમણીરી” એ નામને લેખ. તેમાં તેને રચા સં૦ ૧૬૩૪ આપેલ છે ને ભાટ ચારણો આગળ પરીક્ષા માટે સ. ૧૬૪૪ માં મૂકેલ હોય એમ તેની છેલ્લી બે કડીઓ પરથી જણાય છે. જે આ કડીઓ પાછળથી ઉમેરી ન હોય તે પૃથ્વીરાજની સ્વરચિત હોય, તો પછી હરરાજજી તે કૃતિની સામે મૂકવા બીજી કૃતિ સં. ૧૬૧૭ માં ઉત્પન્ન કરાવવા માગે એ બંધબેરતું નથી. બાકી હરરાજજીને આનંદ માટે તે કૃતિ થઈ. : અને બનવરાવી એ કથન સિદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy