SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ જૈનવિભાગ આ પ્રમાણે શ્રીમના વિદ્વાર ને ચાતુર્માસ ગુજરાત, કચ્છ, કાઠીયાવાડ, લાટ, મારવાડ, સિધ, પંજાબ આદિ દેશેામાં થયા હતા. પ્રતિષ્ઠા સં. ૧૭૯૪ માં શ્રીમદ્દે શત્રુંજય પર્યંતપર પ્રતિષ્ઠા કરાવી છે એમ શિલાલેખ પરથી જણાયાનું શ્રીયુત મેાહનલાલ દીલચંદ દેશાઇ જણાવે છે. તેમજ તેમના ગુરુની સાથે ૧૭૮૮ માં શત્રુ’જય પર કુંથુનાથજીની પ્રતિષ્ઠા વખતે શ્રીમદ્ હાજર હતા, તથા અમદાવાદમાં સહસ્ત્રકૃષ્ણાની પ્રતિષ્ઠા વખતે તથા સમવસરણની પ્રતિષ્ઠા વખતે હાજર હતા. તેમજ લીમડીના દેરાસરના મૂલ નાયકની છે બાજુએ ખે દેરીએની પ્રતિષ્ઠા તેમણે કરાવી હતી. ઉપલબ્ધ સાહિત્ય આટલું જણાવે છે. બાકી અન્ય સ્થળની પ્રતિષ્ઠા કે જે અપ્રકટ છે તેવી અપ્રસિદ્ધ અનેક હૈાવા સંભવ છે. શ્રીમદ્ જૈન આગમેના પારગામી હતા. તેમણે અનેક સ્થળેાના વિદ્વાન શ્રાવકાએ પુછેલા દ્રવ્યાનુયાગ જેવા ગહન વિષયેાના પ્રશ્નાના ઉત્તરા સરલપણે સત્વર અને સ ંતાષકારક રીતે આપ્યા છે. પ્રશ્નાત્તર નામે શ્રીમદ્ના ગ્રંથ તેની સાક્ષી પૂરે છે. તે સમયના વિદ્યાનામાં તેમની મહત્તા, પ્રતિષ્ઠા તથા વિદ્વત્તા ધણી સારી રીતે વિસ્તરેલાં હતાં. ખરતર ગચ્છમાં તે વખતે તેમના સમાન ક્રાઇ વિદ્વાન હેાય, એમ તત્કાલીન ગ્રંથા અવલેાકતાં અવશેાધાતું નથી. તપાગચ્છના સંવેગી સાધુઓમાં પણ તેમની મહત્તા ધણી હતી. તેમજ મહત્તામાં વૃદ્ધિ કરનાર આત્મગુણ્ણા વધુ શ્રોમદ્ વિભૂષિત પણ હતા જ. તપાગચ્છના સ ંવેગી વિદ્યાના પૈકી ૫ જિનવિજયજી તથા ૫. ઉત્તમવિજયજી જેવા પડિતાવિદ્યાને કવિએ અને જ્ઞાનીઓના તે વિદ્યાગુરુ હતા. તપાગચ્છ અને ખરતર તથા અચળગચ્છના વિદ્વાન મુનિવરેામાં ધણા પ્રેમભાવ હેાઇ, શ્રીમદ્ની ગુણાનુરાગ-દ્રષ્ટિ-સમભાવ વિદ્વત્તા અને આત્મજ્ઞાનની અદ્ભુતતાને લીધે સર્વે ગાના સાધુએમાં તેમની મહત્તા, પ્રતિષ્ઠા અને વિદ્વત્તાની ખ્યાતિ તેમની હયાતીમાં જ ઘણાં વધ્યાં હતાં. શ્રીમાન પ પદ્મવિજયજી કે જેઓ પચાવન હજાર ગાથાના રચયિતા પદ્મદ્રહ તરીકે પ્રસિદ્ધ છે તે, શ્રી ઉત્તમવિજયજી નિર્વાણુ રાસમાં કથે છે કે:-~~ શ્રીમદ્દ્ની મહત્તા, પ્રતિષ્ઠા તથા વિદ્વત્તા. ખરતર ગચ્છ માંહે થયાંરે, નામે શ્રી દેવચ ંદરે ! જૈન સિદ્ધાંત શિરામણરે લેાલ ! વૈયૉદિક ગુણવૃંદરે ! દેશના જાસ સ્વરૂપનીરે લેાલ ! ઇત્યાદ્રિથી શ્રીમની વિદ્વત્તાની તથા સાધુ તરીકેની મહત્તાની સ્તુતિ કરી છે. તપાગચ્છમાં શ્રી પદ્મવિજયજી પંન્યાસની પ્રતિષ્ઠા ઘણી છે. શ્રીમા તેમણે સંસારીપણામાં ( પુંજાશા તરીકે) તથા સાધુપણામાં ધણેા સમાગમ કરેલા હતા. તેએએ શ્રીમા સ્વાનુભવ કર્યા બાદ શ્રીમદ્ન જૈનસિદ્ધાંતશરાણુ એવા પથી નિવાજ્યા છે તથા ધૈર્યાદિકગુણના વૃદ તરીકે પ્રકાશી, તેમની દેશના ( ઉપદેશ ) સ્વ-રૂપની અર્થાત્ આત્મસ્વરૂપને પ્રકાશનારી છે, એમ પ્રતિપાદન કર્યું છે. સવેગપક્ષિત મણિશેખર ૫. પદ્મવિજયજી જેવા ભટ્ઠાન વિદ્વાન અને ગુણાનુરાગીએ શ્રીમદ્ની પ્રતિષ્ઠા-વિદ્વત્તા અને મહત્તાની આ રીતે ખ્યાતિ કરી છે. વિશ્વમાં અમર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy