SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જેનવિભાગ પવિત્ર પુસ્તક બાઇબલમાં પણ એ જ માન્યતા પ્રકાશેલ છે. “પણ પૃથ્વી કાયમ છે. સૂર્ય આથમે છે” અને ઉગે છે (સભા શિક્ષક ૧-૪) “તેણે અચલ પૃથ્વીને પાયો નાખ્યો.” (ગીત ૧૦૪-૫) “પૃથ્વી સ્થિર છે.” (ગીત ૧૦૯-૯૦) ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષે થયેલ હીપારકસ પણ પૃથ્વીને સ્થિર કહેતે હતે. ટોલેમી અને કેપરનીકસના મધ્ય ભાગમાં થયેલ કે બ્રાહિયે પણ પૃથ્વી માટે સ્થિરતા જ બુલ કરેલ છે. પણ તેની વિશેષ માન્યતા એ હતી કે-સૂર્ય અને ચંદ્ર પૃથ્વીને આંટે દે છે અને બીજા ગ્રહો સૂર્યની ચારે બાજુ ફરે છે અને અત્યારે પણ પૃથ્વી સ્થિર હોવાને દાવો કરનાર ઘણાય પાશ્ચાત્ય પંડિત છે. મેં સાંભળ્યું છે કે હમણાં જ એક પ્રેસરે નવીન શોધમાં પૃથ્વીને (છ ખુણવાળી અને) સ્થિર દર્શાવેલ છે. ઇ. સ. પૂર્વનું ગ્રીક જોતિષ પણ પૃથ્વીને સ્થિર કહે છે એટલે પ્રાચીન કાલમાં સર્વાનુમતે એમ મનાતું કે પૃથ્વી સ્થિર છે. આ પૃથ્વીના મધ્ય ભાગમાં (પ્રમાણગુલે) લાખ જન લાંબો પહેળે જંબુ વૃક્ષના નામથી પ્રસિદ્ધિ પામેલો જંબુ દીપ છે. તેના મધ્ય ભાગમાં ૧૦૦૦૦ એજન ભૂમિમાં પથરાયેલ લાખ જન ઉંચે મેર પર્વત છે. તેની ઉત્તરમાં અને દક્ષિણમાં ૨૫૦-૨૫૦ મળીને પાંચસો યોજન વિસ્તારવાળાં બે ભદ્ર શાળ બને છે. મેરુ પર્વતની દક્ષિણના ભદ્ર શાળ વનની દક્ષિણે ૧૧૮૪ર જનનું દેવ કુક્ષેત્ર છે. તેથી દક્ષિણમાં ને દક્ષિણમાં જ અર્ધા અર્ધા માપવાલા ૧૬૮૪ર યોજનને નીષધ, ૮૪ર૧ જનનું હરિવર્ષ ક્ષેત્ર, ૪૨૧૦ એજનને મહા હેમવંતગિરિ, ૨૧૦૫ જન પ્રમાણ હેમવંત ક્ષેત્ર, ૧૦૫ર યોજનને ચુલ હેમવંત ગિરિ, પર૬ જનનું ભરત ક્ષેત્ર, એમ અનુક્રમે રહેલ છે. આજ રીતિથી મેગ્ની ઉત્તરમાં ઉત્તર કુક્ષેત્ર છે, અને ત્યાર પછી ઉત્તર તરફ દક્ષિણની પેઠે અર્ધા અર્ધા માપવાળા નીલવંત પર્વત, રમ્યકક્ષેત્ર રૂપી પર્વત, હિરણ્યવંત ક્ષેત્ર, શિખરી પર્વત અને અરવત ક્ષેત્ર છે. ઉપરોક્ત દરેક ક્ષેત્રમાં મનુષ્યની વસ્તી છે. વળી નિષધ અને નીલવંત પર્વતની મધ્યે મેરુના પૂર્વ પશ્ચિમ ભાગમાં મહાવિદેહ ક્ષેત્ર છે તેમાં પણ મનુષ્ય રહે છે. ઉત્તરનું અરાવત ક્ષેત્ર અને દક્ષિણનું ભરતક્ષેત્ર છે. તે બન્ને જંબુ દ્વીપના ૧૯૦ મા ભાગમાં પથરાયેલા અર્થાત પર૬ જન પ્રમાણુવાળા છે. આ પ્રમાણે એક લાખ જનના જંબુદ્દીપની જૈન દર્શનની માન્યતા છે. પુરાણોમાં પણ જંબુદ્વીપનું ઉપર લખ્યા પ્રમાણે જ સ્વરૂપ દર્શન કરાવ્યું છે. માત્ર કેટલાંક નામમાં અને માપમાં થોડો ફરક છે જેથી પુરાણમાં જબુદ્દીપની રચના નીચે પ્રમાણે ખડી થાય છે. લવણ સમુદ્રથી વીંટાયેલો ચક્ર જેવો લાખ યોજનને જબુદીપ છે. (વિષ્ણુ પુરાણનૃસિંહ પુરાણ ) તેના મધ્યમાં મેરુ પર્વત છે. મેરુની દક્ષિણે અને લવણોદધિની ઉત્તરે ભરતકિ પુરુષ અને હરિવર્ષ ક્ષેત્રો છે ને આંતરે એક એક પર્વત છે. તે જ પ્રમાણે મેની ઉત્તરમાં કરુ, હિરણ્ય અને રમ્યક એમ ત્રણ ક્ષેત્ર છે. મેની પૂર્વ પશ્ચિમે કેતુમાલ અને ભદ્રાશ્વવર્ષ છે. મેરુ તે લાખ પેજન ઉંચે સેનાને પર્વત છે, જેનું ઈલાવર્ત નામે ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં સેનાના કાગડા હોય છે. આ મેસને સૂર્ય ચંદ્ર નક્ષત્ર અને વાયુ દક્ષિણપક્રમથી નિત્ય પ્રદક્ષિણા દે છે. આ ઉપરથી દિશા માટે એવી મર્યાદા બંધાય છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy