SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ભૂલ કાશથી ઓતપ્રેત છે” એટલે મહાકાશના મધ્યમાં લોકથી ભરેલું નાનું આકાશ છે. વળી લોકસ્થાપના માટે પુરાણ ગ્રંથ કયે છે કે–પરમાત્મા કૃષ્ણ ભગવાનમાં સર્વ લોકન સમાવેશ થાય છે, કેમકે ઉભા રહેલ પરમાત્માનું શરીર જ સર્વ પદાર્થોનું આધાર સ્થાન છે. આ જ બીનાનું સ્પષ્ટીકરણ કરતાં ઉત્પત્તિના અધિકારમાં ઋદ જણાવે છે કે –“વિરાટ રૂપની નાભિથી આકાશ, મસ્તકથી સ્વર્ગ અને બે પગથી ભૂમિ ઉત્પન્ન થતી હતી.” આ સંક્ષેપ સુચનાને વિસ્તાર ભાગવતમાં નીચે પ્રમાણે કરેલ છે. હજાર વર્ષ સુધી અંડ સુતું હતું, કાલ કર્મ અને સ્વભાવમાં રહેલ છવ જીવને જીવાડ હતું. તે હજાર પગ, હજાર ઉફ, હજાર હાથ અને હજાર નેત્ર વાળો થયો હતો અંડ ભેદી બહાર નીકળે. જેના અવયવથી લોકકલ્પના છે, તેના કેડના ભાગમાં મૃત્યુ લેક છે, ને કટી ઉપરના વિભાગમાં જુદા જુદા દેવલોકે છે. જે પૈકીમાં નાભી ઉપર ભૂવ લેક (ગૃડચાર ) ઉદય ઉપર સ્વર્ગલેક, છાતી ઉપર મહમ્ ગ્રીવામાં જન, સ્તનમાં તેલેક અને માથા ઉપર સત્ય લોક છે અને તેની ઉપર સનાતન બ્રહ્મ છે. કેડથી નીચેના ભાગમાં સાત તલ (નરક સ્થાન) છે. કેટલેક ઠેકાણે આ સંખ્યાની નોંધ એકવીસના આંકથી પણ દેખાડેલ છે જ્યાં સાત તલની યાદગીરી આ પ્રમાણે છે. કેડ નીચે અતલ, ઉફ (સાથલ) નીચે વિતલ, જાનુ નીચે સુતલ, જાંધ નીચે તલાતલ, ઘુંટી નીચે મહાતલ, પગમાં રસાતલ અને પગના તળીયા નીચે પાતાલ એમ જુદાં જુદાં સ્થાને રહેલાં છે. આ સિવાય બીજી રીતની કલ્પના પણ પ્રાપ્ત થઈ શકે છે જેમાં કહે છે કે, ભૂલોક, ભુવર્લોક અને સ્વર્લોકના સ્થાને અનુક્રમે પગ, નાભિ અને મસ્તક છે. આથી સમજી શકાય છે કે લોકસ્થિતિના પુરાણ સિદ્ધાંત પણ જૈન સિદ્ધાંતની સમાન માન્યતાવાળા છે. આ લોકાકાશના મધ્ય ભાગમાં દર્શાવેલ મૃત્યુ લોક-ભૂલક તેજ આપણી પૃથ્વી છે. આ પૃથ્વી તે માટીનો ઘટ્ટ સપાટ થર છે. બ્રહ્મા માટી પાથરીને તેને પાષાણથી ટીપતે હવે.' (ત્તિ પરિપ૬) તે સ્થિર છે. અર્વાચીન કાળમાં પૃથ્વી માટે ભ્રમણવાદની માન્યતા વિશ્વાસ પાત્ર બની છે પરંતુ દરેક પ્રાચીન ગ્રંમાં તે પૃથ્વીને સ્થિર તરીકે ઓળખાવેલ છે. પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ફરે છે. આ બાબતની નોંધ લેવા પણ અહીં જરૂરી ધારું છું. જૈન ભૂગલ શાસ્ત્ર --જંબુ દીપ પ્રજ્ઞપ્તિ સુર્ય પ્રજ્ઞપ્તિ છે. ભાષાની દૃષ્ટિથી જેની રચના કાલ ૨૨૦૦ થી ૨૪૦૦ વર્ષ પૂર્વે છે તેમાં લેકને અને પૃથ્વીને સ્થિર કહેલ છે. સદ અ૦ ૩ વ૦ ૬ માં લખે છે કે–વિશ્વ પ્રકાશી સૂર્ય સુવર્ણમય રથમાં બેસીને આવે છે. તે પ્રવણવત, ઉર્ધ્વ દેશ યુક્ત ઉર્વ ભાગમાં થઈ પ્રવણ ભાગના ભેદથી ગમનાગમન કરે છે. પ્રણય જનકારક દેશમાં શ્વેતાશ્વથી આવે છે. કદ અ૦ ૨ અ. ૧ ૦ ૫–માં લખે છે કે સૂર્ય નિત્ય ૫૦૫૯ જન ચાલવા વડે મેરુને પ્રદક્ષિણા દે છે. આ પ્રદક્ષિણ દક્ષિણપક્રમ જાણવી. ઋગ્વદ અ૨ અર પ કા ર ઘરની અરજી વાકૃષિ વાવા અને પૃથ્વી અચર છે, અચલ છે. વિ, ૬. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy