SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ જૈન રાજાઓ હવે ધીમે ધીમે સંપતિ ઉમ્મર લાયક થશે. તેનામાં નાનપણથી રાજાને ચગ્ય ગુણ બહુ સારી રીતે ખીલ્યા હતા. સમ્રા અશોકના મરણ પછી સંપતિએ રાજની લગામ હાથમાં લીધી. ગાદીએ બેઠા પછી થોડા સમયમાં નિગ્રંથ ગચ્છના મુકુટમણિ સરખા આચાર્યવર્ય શ્રી આર્યસુહસ્તિ સૂરિને તેને મેલાપ થશે. એક વખતે પાટલિપુત્રમાંથી રથયાત્રાનો મહાન વરઘોડે નિકળતા હતા અને સંપ્રતિ પિતાના મહેલના ગેખમાં બેઠે હતો તેને એ વરઘોડાની ભવ્યતા જોઈ ઘડીક વિચાર થયો. ત્યાં તેણે પોતાના પૂર્વના ગુરુ. જોયા. તેને ખાત્રી થઈ કે એ મારા જ ગુરુ છે એટલે તે ગેખમાંથી નીચે ઉતર્યો. આચાર્ય શ્રી પાસે આવી વંદન કરી પુછયું કે–ગુરુદેવ મને ઓળખો છો ? ત્યારે આચાર્યશ્રીએ દત્તર આપો -મોર્યવંશના મુકરમણિ સરખા તને કણ નથી ઓળખતું? રાજાએ ફરી કહ્યું કે-પ્રભુ એમ નહિ. આપ વિચાર કરે ત્યાં તો આચાર્યશ્રીએ શાનબળથી તપાસી જોયું કે અરે, આ તો તે જ છે કે જેણે પૂર્વ ભવમાં મારી પાસે દીક્ષા લીધી હતી અને લઈને એક દિવસમાં મૃત્યુ પામ્યો હતો. તે પછી રાજા પોતાના ઉપકારી મુરની સાથે વરઘોડામાં ચાલે અને ત્યાંથી ઉપાશ્રયે જઇ તેમની પાસેથી ઉપદેશ સાંભળે. ઉપદેશ સાંભળીને તેને ગુરુ પ્રત્યે પ્રેમ થયો અને તેમાં પૂર્વ ભવના પ્રેમે વૃદ્ધિ કરી. ત્યાર પછી તેણે જન ધર્મ સ્વીકાર્યો અને પ્રજાને તેના પવિત્ર સિદ્ધાંતો પહોંચાડયા અને પ્રજાએ પણ પ્રેમથી તેના પવિત્ર સિદ્ધાન્તોને સ્વીકાર કર્યો. ત્યાર પછી તે વિજયયાત્રા કરવા નીકળ્યો. તેની વિજયયાત્રાનું વર્ણન વિસ્તૃત રીતે કયાંય મારા જેવામાં આવ્યું નથી, પરંતુ એટલું મળે છે કે તેણે આખા હીંદન રાળ મહારાજાઓને તાબે કરવા ઉપરાંત છ દેશ જેવા કે અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, ઈરાન આદિ દેશોને પણ તેણે તાબે કર્યા હતા. પૂર્વમાં બંગાલ અને એરિસ્સાથી માંડી પશ્ચિમમાં ઠેઠ સમુદ્ર સુધી અને ઉત્તરમાં છેક હિમાલયથી માંડી દક્ષિણમાં છેક ક માટી સુધી દરેક દેશ તેના તાબામાં હતો. જો કે અમ્રા અશકે પહેલેથી તેને માટે રાજ્ય સંગ્રહી રાખ્યું હતું, છતાં સ્વતંત્ર રીતે પિતાની આજ્ઞા બનાવવા તેણે વિજયયાત્રા કરી હતી. તેમાં મુખ્ય મુખ્ય રાજાઓને હરાવ્યા એટલે નાના રાજાએ તે એની મેળેજ તાબે થઈ ગયા. જન ગ્રંથકારો કહે છે કે તેણે ચક્રવ ની માફક આખા ભારતવર્ષમાં પિતાની આણ ફેરવી હતી. આવી રીતે વિજ્યયાત્રા કરીને આવ્યા પછી તેણે પોતાના ગુરુના ઉપદેશથી જૈન ધર્મની ઉન્નતિને પગલાં લેવા માંડ્યાં. તેમાં તેણે પ્રથમ દેશદેશમાં અનેક સુંદર સ્થળે ભવ્ય જિન મંદિરે કરાવ્યાં. તેનાં ગગનચુમ્બી ભવ્ય શિખરોનાં નામ નિશાન પણ અત્યારે તો હાથ નથી લાગતાં; પરંતુ તેનાં એ ભવ્ય મંદિર, તેની બાંધણી અને શિલ્પકળાના નમુનાના કયાંક ક્યાંક ભણકાર સંભળાય છે. તેના ઉપર જીર્ણોદ્ધાર થવાથી મુળ મંદિરની ભવ્યતા તથા ( ૧ આ રાજાના પૂર્વ ભવની કથા બહુ લાંબી છે. લંબાણના ભયથી મેં નથી આપી. વિશેષ જાણવા ઇચ્છનાર મહાશયને કલ્પસૂત્ર, પરિશિષ્ટ પર્વ, સંપ્રતિચરિત્ર વગેરે જેવા ભલામણ છે. વિ. ૬. ૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy