________________
પરિચય ડિબીકૃત “આબાદ હિંદુસ્તાન !' પછી બબર એક વર્ષે આ તેને મળતું સ્વ. દાદાભાઈનું પુસ્તક પ્રસિદ્ધ થાય છે. આપણે ત્યાં અંગ્રેજી અમલ આવ્યા પછી દેશમાં જે નવું અર્થતંત્ર જગ્યું ને જામતું ગયું, તેનો તાદશ ચિતાર આપનાર ત્રિપુટી તે મહર્ષિ દાદાભાઈ, માનવભક્ત અંગ્રેજ ડિબી, અને પ્રખર વિદ્વાન દેશભક્ત રમેશચંદ્ર દત્ત. આ ત્રણ જણ હિંદના અર્વાચીન અર્થશાસ્ત્રના આદ્યપ્રણેતા સમાન ગણાય, અને એમણે જે ગ્રંથરત્નો દેશને આપ્યાં છે તે હિંદના અર્થશાસ્ત્રના પાયારૂપ છે. તેમાં ડિબીનો ગ્રંથ ગુજરાતી વાચકને સારરૂપે મળી ગયા છે. આ “હિંદુસ્તાનની ગરીબાઈ પુસ્તક મહર્ષિ દાદાભાઈના અંગ્રેજી ગ્રંથ “ Poverty and Un-British Rule in India”નો સારાનુવાદ છે. અને વિચાર છે કે, દત્તના બે ગ્રંથને સારાનુવાદ પણ બનતી ત્વરાએ આ માળામાં પ્રસિદ્ધ કરવો.
સ્વ. દાદાભાઈ નો આ ગ્રંથ ૧૯૦૧માં પ્રસિદ્ધ થયે છે. તે જ સાલમાં ડિબીને તથા દત્તનો પ્રથમ ગ્રંથ પ્રસિદ્ધ થયા હતા. પરંતુ સ્વ. દાદાભાઈના ગ્રંથમાં અને અન્ય બે જણના ગ્રંથમાં એક ફરક છે, જેને લઈને તે ગ્રંથની પ્રસિદ્ધિ અન્ય બે ગ્રંથેના કરતાં પહેલી ગણવી જોઈએ. ડિબી તથા દત્તના ગ્રંથો સળંગસૂત્ર ચર્ચા કરતા નિરૂપણુ-ગ્રંથો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org