SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનની ગરીબાઈ છું', કે “મારા માનવા પ્રમાણે – એમ કહેવું કાંઈ કામ ન આવે. મારી પાસે સરકાર જેટલા માણસે કે વિગતે તૈયાર કરવાની સગવડ નથી; જે કાંઈ માહિતી સરકારી દફતરોમાંથી મળી છે, તે પણ અધૂરી કે ખામીભરેલી છે. એવી સાધનસામગ્રીથી કામ કરતાં બહુ સાવચેત રહેવું પડે તે સમજાય તેવું છે. એટલે મેં બને ત્યાં લગી દરેક બાબતમાં સુરક્ષિત બાજુએ જ ઢળતા રહેવાની કાળજી રાખી છે; અને બધા હિસાબેમાં એ રીતે વધારે પડતી છૂટછાટ રાખી છે. મેં મારી ગણતરીઓ નીચેની પદ્ધતિએ તૈયાર કરી છે : દરેક પ્રાંતની એક કે બે મુખ્ય પેદાશની ચીજોને જ મેં આખા પ્રાંતની કુલ પેદાશ તરીકે ગણે લીધી છે. દરેક નાની મોટી પેદાશના આંકડા તૈયાર કરવા એ તો મારી શક્તિ કે શકયતાની બહારની વાત છે. પછી મેં દરેક પ્રાંતની ખેતીના કુલ એકર તથા એકરદીઠ પેદાશ અને તેને ભાવ લઈ કુલ પેદાશ તથા તેની કિંમત તૈયાર કરી છે. તેને પરિણામે જણાય છે કે,* જુદા જુદા પ્રાંતમાં ખેતીની માથાદીઠ પેદાશ આ પ્રમાણે છે: * મૂળ ગ્રંથમાં આ પછી દરેક પ્રાંતની ખેડાણ જમીન, તેની એકરદીઠ પેદાશ, કુલ પેદાશ, તેના ભાવ અને કુલ કિંમત – એ પ્રમાણે વિગતવાર હિસાબે આપ્યા છે. તે વખતે જ્યારે તે રીતના સરકારી આર્ડ મળતા જ ન હતા, ત્યારે તેમની અગત્ય વિશેષ હતી; હવે તો દર વર્ષે સરકાર જ તેવા વિગતવાર આંકડા તૈયાર કરે છે; એટલે તે બધી વિગતે અહીં ઉતારી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy