SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાય ૧૭૩; બેસે, તો તેઓ આપણું રાજ્યવ્યવસ્થામાં કવીય ખામીઓ બતાવી શકે. હિંદુસ્તાનનું આપણું તંત્ર બહુ જટિલ છે. તમાં ઠેરઠેર નિયંત્રણ અને પ્રતિનિયંત્રણ રાખવામાં આવ્યાં છે; તથા ઘણી વાર પૂરતી માહિતી કે દેશીઓ પ્રત્યેની સહાનુભૂતિને અભાવે કેટલાય મેટા મેટા ગોટા , કાબુમાં લાવી શકાતા નથી.” તે જ દિવસે લૉર્ડ એલીસબરીએ લોર્ડ ઈને ટેકા. આપતાં કહ્યું કે, “હિંદુસ્તાન વિષે જેઓ સારા પ્રમાણમાં માહિતગાર છે, તે બધા જ કહે છે કે, સારી રાજવ્યવસ્થાવાળાં સંખ્યાબંધ દેશી રાજ્યો હિંદુસ્તાનમાં હોવાં, એ હિંદુસ્તાનના લોકાની રાજકીય અને નૈતિક પ્રગતિ માટે વધારેમાં વધારે . ઉપયોગી થઈ પડશે. મિ. લેન્ગ સરકારી અમલદારના માનસ, વડે દલીલ કરવા માગે છે કે, અંગ્રેજી મુલકમાં બધું જ ઊજળું છે, અને દેશી મુલકમાં બધું જ કાળું છે. જોકે, પિતાની દલીલના સમર્થનમાં તેમણે અધ્યા રાજ્યને દાખલો ટાંક્યો છે; પણ હું એમ શંકા કરવાની હિંમત કરું છું કે,. - હિંદુસ્તાનની અત્યારની સામાન્ય સ્થિતિનું એ સાચું દિગ્દર્શન નથી. દેશી રાજ્યવહીવટની સામે જેમ અયોધ્યાને દાખલો ટાંકી શકાય, તેમ થોડા દિવસ બાદ રજૂ થનારે એરિસાના દુકાળને અહેવાલ અંગ્રેજી રાજ્ય સામે પણ ટાંકી શકાય; અને એ અહેવાલ તો અયોધ્યા રાજ્યના કરતાંય કેટલાય ગણો વધુ કાળો છે. અંગ્રેજી રાજ્યમાં દેશી રાજાઓ જેવા અત્યાચાર કે ગેરકાયદેસરપણું ભલે નહિ હોય; પરંતુ અંગ્રેજી રાજ્યમાં તેની પોતાની જ એવી કેટલીય ખામીઓ છે કે, જે ઇરાદાપૂર્વકની નહિ હોય છતાં પરિણામમાં તેથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy