SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ હિંદી વજીરની કચેરીને જવાબ–૨ અત્યાર સુધી મેં મિ. ડેન્ડર્સે કરેલી દલીલને જ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ હવે હું એથી આગળ ચાલું છું. હિંદુસ્તાનની ગરીબાઈ અને વિનાશનું મુખ્ય કારણ હિંદુસ્તાનના રાજતંત્રમાં જે માંધા યુરોપિયનો લાદવામાં આવ્યા છે, તે છે. એ યુરેપિયને વર્ષોવર્ષ પગાર તરીકે જે મેટી રકમ પડાવે છે, તેટલા પૂરત દેશનો જીવન પ્રવાહ વર્ષોવર્ષ ઓછો થતો જાય છે, અને જ્યાં સુધી ઇંગ્લેંડ તરફ વહેતા એ પ્રવાહને દેશમાં જ પાછો વાળવામાં ન આવે, ત્યાં સુધી હિંદુસ્તાનની આર્થિક દશા સુધરવાની જરાય આશા નથી. પરંતુ, અહીં હું જે બાબત ઉપર હિંદી વરનું ખાસ ધ્યાન ખેંચવા માગું છું., તે તે એ છે કે, એ યુરોપિયન પગારદારોને કારણે, હિંદુસ્તાનની આર્થિક સંપત્તિની સાથે સાથે દેશનાં ડહાપણ અને અનુભવ પણ પરદેશ ઘસડાઈ જાય છે. યુરોપિયન દેશનાં રાજતંત્ર લગભગ બધાં અગત્યનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy