________________
૧૨ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ યાચકવૃત્તિથી જીવું છું. તેથી બીજાએ પોતાને માટે તૈયાર કરેલા અન્નમાંથી વધ્યુંઘટયું માગવા ભિક્ષાકાળે આવ્યો છું. તમે લેકે અહી યાચક વગેરેને ઘણુંય અન્ન વહેચી રહ્યા છે, તથા જાતે પણ પુષ્કળ અન્નપાન ખાઓ પીઓ છે. માટે, મને તપસ્વી જાણ, જે કાંઈ વધ્યુંઘટયું હોય તે આપે. [૮-૧૦]
પુરોહિત : અહીંયાં બ્રાહ્મણે માટે જ ભોજન તૈયાર કરેલું છે, અને બ્રાહ્મણ સિવાય તે બીજા કોઈને આપવાનું નથી. માટે અહીંથી ચાલ્યો જા. [૧૧]
હરિકેશ બલ: ખેડૂતો (અતિવૃષ્ટિ થાય કે અલ્પવૃષ્ટિ થાય તો પણ પાકની) આશાએ જેમ ઊંચી નીચી એમ બંને પ્રકારની જમીનમાં બીજ વાવે છે, તેમ તમે મને પણ દાન આપે; મારા જેવું હલકું પાત્ર પણ તમને કાઈક પુણ્યપ્રાપ્તિ કરાવશે. [૧૨]
બ્રાહ્મણો : જગતભરમાં જાણીતું છે કે જાતિ અને વિદ્યાથી યુક્ત અમે બ્રાહ્મણે જ દાન માટે ઉચિત ક્ષેત્રો છીએ. તેમાં વાવેલાં બીજ પુણ્યરૂપે (અચૂક)ઊગી નીકળે છે. [૧૩]
હરિકેશ બલ: ક્રોધ, માન, હિંસા, જૂઠ, ચેરી અને અપરિગ્રહથી યુક્ત એવા બ્રાહ્મણોને જાતિ તથા વિદ્યાથી - હીન જ ગણવા જોઈએ. તેમને દાન માટે ઉત્તમ પાત્રો કહી શકાય નહિ. વિદ્યાની બાબતમાં પણ તમે માત્ર વાણુનો ભાર ઊંચકે છે; કારણકે વેદ ભણુને પણ તેનું
૧. એટલે કે પેલો યક્ષ જ સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org