________________
૧૨ઃ હરિકેશ અલ કાયાનું અશુભ પ્રવૃત્તિઓમાંથી રક્ષણ કરતો વિચરતો હતો. એક વખત ભિક્ષાર્થે ફરતો ફરતો તે, બ્રાહ્મણો સાથે રાજપુરોહિત જ્યાં યજ્ઞ કરતો હતો, ત્યાં યજ્ઞમંડપ આગળ આવી પહોંચ્યા. [૧-૩]
તપથી સુકાઈ ગયેલા અને જીર્ણ, મલિન તથા નકામા જેવાં વસ્ત્રપાત્ર વગેરે ઉપકરણવાળા તે ગંદા મુનિને આવતો. દેખી, પેલા અસભ્ય બ્રાહ્મણે તેને ઉપહાસ કરવા લાગ્યા. પિતાની ઉચ્ચ બ્રાહ્મણ જાતિના મદથી ગર્વિષ્ઠ બનેલા, હિંસક, અજિતેંદ્રિય, અબ્રહ્મચારી અને મૂઢ એવા તે બ્રાહ્મણે તેને કહેવા લાગ્યા :
“ આવો બિહામણો, કાળો, વિકરાળ, બુચિ,૧ ચીંથરેહાલ, મેલભૂત, અપશુકનિયો તથા ઉકરડેથી વીણું આણેલાં કપડાં ગળે વીંટેલે તું કોણ અહીં આવ્યા છે ? અહીં શા માટે ઊભો રહ્યો છે? અહીંથી વેગળો થા !” [૪-૭]
ત્યારે વારાણસી નગરીની બહાર જે હિંદુક વૃક્ષ નીચે તે મુનિએ ઉતારે કર્યો હતો, તે વૃક્ષનિવાસી યશે, તે મહામુનિ ઉપર અનુકંપાથી, પિતાનું શરીર અદમ્ય રાખી, તે મુનિ જ બોલતા હોય તે પ્રમાણે આ જવાબ આપે :
“ઘરબારનો ત્યાગ કરનારે હું શ્રમણ છું, સંયમી છું, તથા બ્રહ્મચારી છું. હું મારું અન્ન જાતે રાંધતો નથી, પરંતુ
૧. મૂળઃ “ફેક્ટનાસ.” મઘે ચૂત્રોના જ નાણાં !
૨. આ ચક્ષની ઉમેરણ વાર્તાના સ્વાભાવિક પ્રવાહમાં ભંગ. પાડે છે; અને જે સહેજે બનવું જોઈએ તેને, યક્ષની મારપીટનું. પરિણામ ઠરાવી, વાર્તાના મૂળ પ્રયજનને જ મારી નાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org