________________
નમિરાજાને ગૃહત્યાગ દેવલોકમાંથી અવીને મનુષ્યલોકમાં ઉત્પન્ન થયેલા. નમિરાજાનાં મેહનીયકર્મ શાંત થતાં, તેને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. તેથી વૈરાગ્યયુક્ત બનેલા તે રાજાને આપોઆપ સર્વોત્તમ ધમનું સ્કુરણ થયું. પછી તે રાજા પુત્રને ગાદીએ બેસાડી, આજુબાજુના પ્રદેશ સાથેની મિથિલા નગરી, લશ્કર, અંતઃપુર અને પરિજન વગેરે સર્વને તજી, એકાંત સ્થળે ચાલ્યો. [૨-૪]
૧. પાછલા બે જન્મથી તે ચક્રવતીનો પુત્ર થઈ જન્મતે હતો અને સંન્યાસી થઈ, ધર્મ સાધના કરતા કરતો ઉત્તમ દેવાનિમાં. જન્મતો હતો. છેવટના જન્મ વખતે સાધના કરતાં કરતાં વીજળી પડવાથી તેનું અકાળ મરણ થયું હતું. વધુ માટે જુઓ પ્રકરણને અંતે ટિપણ નં. ૧, પા. ૪૫.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું ન ૨, પા. ૪૬. ૩. મૂળ : “ભગ-વાન '; ભગ એટલે વૈરાગ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org