________________
૨૬ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ડૂબેલા હોય છે. તેઓ લક્ષણશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, અંગવિદ્યા વગેરેથી ભવિષ્ય ભાખીને કે શુભાશુભ ફળ કહી બતાવીને કમાણી કરે છે તથા પિતાના કામો પ્રાપ્ત કરે છે. પરંતુ, તેઓ સાચા શમણે નથી, એમ આચાર્યોએ સ્પષ્ટ જણાવ્યું છે. વિવિધ પાપકર્મોમાં રહેલી હિંસાને પણ તેઓ જોઈ શકતા નથી. જે આર્યપુરુષોએ સાધુધર્મ ઉપદે છે, તેઓએ તો સ્પષ્ટ જણાવ્યું છે કે, હિંસા કદી ન આચરવી.. અહિંસાવૃત આચરનારે મહામુનિ જ કદાચ સર્વ દુ:માંથી મુક્ત થવાની આશા રાખી શકે. આમ હોવાથી, જે મુમુક્ષુ હિસા નથી આચરતો, તેને જ સદાચારી કહીં શકાય. જેમ ઊંચી જમીન ઉપરથી પાણી ચાલ્યું જાય છે, તેમ તેવા મનુષ્ય પાસેથી પાપકર્મ દૂર ચાલ્યું જાય છે.
૧. લક્ષણશાસ્ત્ર : શારીરિક લક્ષણો ઉપરથી શુભાશુભ ભાખવાની વિદ્યા. ટીકાકાર જણાવે છે કે, હાડકાં ઉપરથી પૈસા, માંસ ઉપરથી સુખ, ચામડી ઉપરથી ભેગે, આંખ ઉપરથી સ્ત્રીઓ વગેરે કહી આપવામાં આવે છે.
સ્વપ્નશાસ્ત્રના નમૂના તરીકે ટીકાકાર જણાવે છે કે, સ્વપ્નમાં જે આલંકારિક વસ્તુઓ, ઘોડો, હાથી, તથા સફેદ બળદ વગેરે જેવામાં આવે, તો ચશ મળે; પોતાને સ્વપ્નમાં પેશાબ કરતો કે લાલ રંગનો દસ્ત કરતે જુએ, તો અર્થ નાશ પામે છે.
અંગવિદ્યાનાં દૃષ્ટાંતો : માથું ફરકે તો રાજય મળે; હાથ ફરકે તો પ્રિય મિલન થાય છે.
૨. મૂળ : સમતા સ+ = બરાબર ચાલવું, ચેષ્ય આચરણ કરવું. જૈનધર્મમાં પાંચ સમિતિઓ ગણાવી છે. તેમના વર્ણન માટે જુઓ આ૦ ૨૪, ૫. ૧૩૯ ઇ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org