________________
૫: મરણના એ પ્રકાર તેઓ કહે છે કે, “આ ભાગે તો પ્રત્યક્ષ છે; પણ પરલોક કેણે દેખે છે? માટે બધા ચાલે છે તેમ ચાલવું જ ઠીક છે.” આવો નિશ્ચય કરી, તે ભેગાસક્ત લો કે પછી પિતાને ભેગે ખાતર ગમે તેવાં અકર્મ આચરે છે; તથા
સ્થાવર-જંગમ અનેક પ્રાણોની હિંસા કરે છે. પિતાના સુખ ખાતર કોઈ પણ પાપકર્મ કરતાં તેઓ અચકાતા નથી. તેઓ ગમે તેવું અસત્ય બોલે છે, ગમે તેવાં કપટ આચરે છે તથા ગમે તેવી નિંદા કરે છે. સુરા અને માંસનું અહર્નિશ સેવન કરનારા તે શઠ પુરુષો અનેક કુકર્મોથી પ્રાપ્ત કરેલા કામોગાને જ પ્રેયરૂપ માને છે; તથા મન, વચન અને કાયાથી કામિનીકાંચનમાં મૂર્ણિત રહે છે. આમ તેઓ આંતર તેમજ બાહ્ય બંને પ્રકારની મલિનતા એકઠી કરે છે. [૪-૧૦]
આ પ્રમાણે અપર્યાપ્ત કામભોગ ભોગવતાં ભોગવતાં અંતે જ્યારે તેમનું શરીર રેગે અને વૃદ્ધાવસ્થાથી ઘેરાઈ જાય છે, ત્યારે તેમને મૃત્યુને તથા ત્યાર પછી પ્રાપ્ત થનારી પોતાની કારમી સ્થિતિનો ભય લાગવા માંડે છે. તે વખતે, કૂર કર્મ કરનારા અશીલ લોકોને પ્રાપ્ત થતાં નજરકસ્થાનો અને ત્યાં ભોગવવી પડતી યંત્રણાઓ તથા કર્મ અનુસાર પ્રાપ્ત થયેલા નવા સ્થાને જતાં થતો પરિતાપ – એ બધા વિષે પિતે સાંભળેલી વાત તેમને યાદ આવે છે. પછી, સપાટ રસ્તો છેડી ખાડાટેકરાવાળે રસ્તે ગાડું લઈ જતાં ધરી ભાગવાથી પસ્તાતા ગાડાવાળાની પેઠે, તેઓ શોક કરે છે. આમ, પિતાની મરણ પછી થનારી સ્થિતિની કલ્પનાથી ભયભીત બનેલા તે મૂઢ પુરુષોને મરણને અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org