________________
મરણના બે પ્રકાર મહા પ્રયત્નથી આ વિકટ ભવસમુદ્રને તરવાની અણી ઉપર આવેલા એક મુમુક્ષને તેના પ્રશ્નના જવાબમાં એક મહાપ્રજ્ઞાવાને નીચે પ્રમાણે કહ્યુંઃ
મરણ બે પ્રકારનાં હોય છે. એક, “અકામ મરણ', અને બીજું “સકામ મરણ”. અકામમરણથી મરનારા અજ્ઞાનીને વારંવાર ભરવું પડે છે, અને સકામમરણથી મરનારા જ્ઞાનીને વધારેમાં વધારે એક વાર ભરવું પડે છે. T૧-૩] - તે બેમાંથી પ્રથમ અકામમરણને ભગવાન મહાવીરે આ પ્રમાણે વર્ણવી બતાવ્યું છેઃ - અકામમરણ એટલે પિતાને ન ગમતું હોય છતાં પ્રાપ્ત થતું મરણ. તે મરણ કામાસક્ત, કૂરક તથા અજ્ઞાની જીને પ્રાપ્ત થાય છે. તેઓ જીવન દરમ્યાન પ્રત્યક્ષ દેખાતાં સાંસારિક સુખમાં જ પિતાનું જીવન વ્યતીત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org