________________
૧૮ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ કરે તથા વિવિધ પ્રકારનાં શીલો વડે ઊર્ધ્વગતિ સાધે. પ્રયત્ન કરવા છતાં, આ જન્મમાં જ સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત ન થઈ તે તેથી નિરાશ થવાનું કોઈ કારણ નથી. તેવા મનુષ્યો ઉત્તમ વિભૂતિવાળો દેવાનિઓમાં જન્મ પામી, આયુષ્ય પૂરું થયે, ફરી મનુષ્યયોનિમાં સારાં સારાં કુળમાં અવતરે છે. ત્યાં તેમને નીચેનાં દશ ઉત્તમ અંગે પ્રથમથી પ્રાપ્ત થાય છે: (૧) ઘર અને વાડી, સોનું અને રૂપું, પશુઓ અને નોકરચાકર (ર) સુશીલ મિત્રો (૩) સહદય નાતીલાએ (૪) ઉત્તમ ગોત્ર (૫) ઉત્તમ વર્ણ (૬) આરોગ્ય (૭) તીક્ષ્ણ બુદ્ધિ (૮) ખાનદાનપણું (૯) યશ અને (૧૦) પરાક્રમ. [૧૩-૧૮]
પૂર્વજન્મના સંસ્કારોથી પ્રથમથી જ વિશુદ્ધ આચરણવાળા તેઓ અસામાન્ય માનષિક વિભૂતિઓ ભોગવતા છતા તેમાં અનાસક્ત રહી, શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરે છે; તથા જ્ઞાનીઓએ વર્ણવેલ સંયમપ્રધાન મોક્ષમાર્ગ સ્વીકારી, તપથી કર્ભાશનો નાશ કરી, શાશ્વત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. [૧૯-ર૦]
૧. આ ભાવના ગીતાના ૬, ૪૧-૩ લોક સરખાવો. *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org