________________
૨ઃ પરિષહે - બાવીસ વિને (૧૨) મોરા [ તિરસ્કાર] બીજા નિંદા કરે તો તપી ન જવું તથા સામે જવાબ ન વાળવો; પરંતુ ઉપેક્ષાબુદ્ધિથી શાંત રહેવું. [૨૪-૫]
(૧૩) વધ ! મુમુક્ષને કોઈ માર મારે, તો પણ તેણે મન બગાડવું નહીં. તે વખતે તેણે એવી ભાવના કરવી કે, સહન કરવું એ સર્વ ધર્માચરણમાં મુખ્ય આચરણ છે. તેણે વિશ્વાસ રાખવો કે, “જીવનો નાશ નથી.” [૨૬-૭]
(૧૪) ચારના ! ઘરબાર વગરના બનેલા ભિક્ષુને બધી વસ્તુઓ બીજા પાસેથી યાચીને જ મેળવવી પડે છે. કોઈની પાસે હાથ લાંબો કરવો એ સહેલી વાત નથી. ઘણા તેને કારણે હારી જાય છે. પરંતુ સમજુ મનુષ્ય વિચારવું કે, સંયમધર્મના સંપૂર્ણ પાલનને અર્થે આવશ્યક લાગવાથી જ પોતે ભિક્ષજીવન સ્વીકાર્યું છે. [૨૮-૯]
(૧૫) અઢામ ! ભિક્ષુએ, ગૃહસ્થને ઘેર રંધાઈ રહ્યા પછી, વધ્યું ઘટયું માગી લાવીને જ પિતાનો નિર્વાહ કરવાનો હોય છે. પરંતુ ઘણી વાર એમ પણ બને છે કે, તેને તે આહાર પ્રાપ્ત થતી નથી. તે વખતે દીન બની જવાને બદલે તેણે એમ વિચારવું કે, “આજે ન મળ્યું તો કાલે મળશે.” [૩૦-૧]
(૧૬) શેર I ભિક્ષુને કોઈ વખત રોગ થઈ આવે, તો તેણે તેની વેદનાથી ઉદ્વિગ્ન બની જઈ, બુદ્ધિની સ્થિરતા ન ગુમાવી બેસવી. પણ “આ મારાં કર્મોનું જ ફળ છે” એમ માની, તે વેદનાને સહન કરી લઈ, આત્મપરાયણ રહેવું. તે વખતે બીજા પાસે ચિકિત્સા કરાવવાની પણ ઈરછા ન રાખવી. કારણ કે, પોતાને માટે કાંઈ કરવું નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org