________________
૨૫૦
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ભેદો છે. પ્રત્યેક શરીરવાળા અને સાધારણ શરીરવાળા; જીવ દીઠ સ્વતંત્ર શરીર હોય એ પ્રત્યેક શરીરવાળા કહેવાય; અને એક જ સામાન્ય શરીરમાં અનેક જીવ રહેતા હોય, તે તે સાધારણ શરીરવાળા કહેવાય.૨ [૬૯-૭૦-૨૪]
૨. મુક્ત છ મુક્ત અથવા સિદ્ધ જીવોના તેમના છેલ્લા જન્મની અપેક્ષાએ વિવિધ ભેદ પાડવામાં આવે છે. જેમકે, સ્ત્રીશરીરથી સિદ્ધ થયેલા, પુરુષશરીરથી સિદ્ધ થયેલા, નપુંસકશરીરથી સિદ્ધ થયેલા.૪ જૈન સાધુ થઈને સિદ્ધ થયેલા, અન્ય સંપ્રદાયના સાધુ થઈને સિદ્ધ થયેલા કે ગૃહસ્થાશ્રમમાંથી જ સિદ્ધ થયેલા. [૪૯]
સિદ્ધો વધારેમાં વધારે (પાંચસો ધનુષ પ્રમાણ) ઊંચાઈ વાળા શરીરમાંથી સિદ્ધ થાય છે, કે ઓછામાં ઓછી (બે હાથ જેટલી ઊંચાઈએથી સિદ્ધ થાય છે, કે મધ્યમ ઊંચાઈ એથી પણ સિદ્ધ થાય છે. વળી ઊર્ધ્વ લોકમાંથી, અધે
૧. તેમની વિગત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણું ન.. ૪નો છેવટને ભાગ, પા. ૨૬૩.
૨. મૂળમાં આ બધા જીવોના આયુષ્યનું સવિસ્તર વર્ણન છે. તે માટે જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૫, પા. ૨૬૩.
૩. કારણ કે સિદ્ધ થયેલ સમગ્ર જીવોમાં ગતિ, લિંગ આદિ સાંસારિક ભા ન હોવાથી, કોઈ ખાસ ભેદ જ નથી હોતો.
૪. જન્મથી નહીં, પણ કૃત્રિમ –ટીકા.
૫. પહેલા તીર્થંકરના વખતમાં તેટલી ઊંચાઈ હતી, પછી તે. ઘટતી ચાલી છે, એવી માન્યતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org