________________
ચારિત્રરૂપી સદ્ધર્મ (બોધિ) પ્રાપ્ત કરે છે; તથા પછી એવી આરાધના કરી શકે છે કે જેથી તે સંસારનો અંત લાવી મુક્ત થાય છે કે ઉચ્ચ દેવગતિ પ્રાપ્ત કરે છે,” એમ કહ્યું છે. આમ ભક્તિના તત્વને છેક મેક્ષ સુધી પહોંચતું જૈન સાધનાએ સ્વીકાર્યું જ છે. પ્રવૃત્તિમાત્રને કર્મબંધનનું કારણ માનનાર જૈન સાધના તે રીતે નિષ્કામ કર્મમાર્ગને સ્વીકાર કરતી નથી. પરંતુ, એક રીતે તેનો પણ થોડાઘણે સ્વીકાર “ઈપથિક કર્મોથી બંધન પ્રાપ્ત નથી થતું” એ સિદ્ધાંતમાં તેમ જ “જ્ઞાની કે ગુરુની અથવા સાધમની નિષ્કામ સેવાસુશ્રુષાના આપેક્ષિક વિધાનમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. જે કે આધુનિક નિષ્કામ કર્મમાર્ગની કલ્પના જૈનદર્શન વિચારી જ નથી; પરંતુ તે વસ્તુ તો પ્રાચીન અન્ય આર્ય સાધનામાર્ગોને વિષે પણ કહી શકાય.
તો પછી, જે સાધનામાર્ગમાં જૈન દર્શનને કશું નવું બતાવવાપણું નહોતું, તો સિદ્ધાંતની બાબતમાં ફેરફાર કરવાનું તેને શું કારણ મળ્યું એ પ્રશ્ન સહેજે ઊભો થાય છે. ઉપરાંત જે ફેરફાર તેણે કર્યા છે તે માત્ર ન્યાયની દલીલ સામે ટકી રહે તેવા પણ નથી. આત્માને સ્વભાવે શુદ્ધ-બુદ્ધ–મુક્ત તથા નિત્ય માન, અને છતાં સંસારાવસ્થામાં વસ્તુતાએ જ કર્તા, ભક્તા અને પરિણામી માનો; સિદ્ધ અથવા મુક્ત જીવનમાં તત્ત્વની દૃષ્ટિએ ગુણુ વગેરેને કાંઈ ફરક ન હોવા છતાં તેમને ભિન્ન ભિન્ન માનવા વગેરે બાબતો પ્રથમ દૃષ્ટિએ જ ખેંચે છે. આ બધાનો જવાબ જૈન દર્શને ખાસ કરેલા નયવાદ અને સ્વાવાદના સ્વીકારમાં આપણને સૂચિત થાય છે. નયવાદ એટલે વિચારેની મીમાંસા : વિરોધી દેખાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org