________________
२२
જીવ પોતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી ઊચે ચાલ્યા જાય છે, અને ત્યાં લોકની ટોચે આવેલા સિદ્ધ ક્ષેત્રમાં (“સિદ્ધશિલા” ઉપર) જઈને રહે છે. (જુએ પા. ૨૫૧-૨ ). મુક્ત થયેલા જીવમાં બીજે કશો ભેદ નથી રહેતો, છતાં જૈન દર્શન જીવોને અનંત માનતું હોવાથી, મુક્ત જીવો એક બીજામાં ભળી જઈ એક આત્મારૂપ થઈ જાય છે એમ નથી કહેતું.
જૈન દર્શન પ્રમાણે કર્મબંધનનું અને તેમાંથી છૂટવાની સાધનાનું સ્વરૂપ ટૂંકમાં આપણે જોઈ આવ્યા. તે ઉપરથી જે એક બે મુદ્દાઓ ઉપસ્થિત થાય છે તે હવે આપણે વિચારીએ. એક વાત તો સ્પષ્ટ છે કે, અમુક સૈદ્ધાંતિક માન્યતાઓ બાદ કરતાં, બાકીના સાધનામાર્ગમાં જૈન દર્શન બીજા બૌદ્ધ, હિંદુ વગેરે આર્ય સાધનામાર્ગોથી ખાસ જુદું નથી પડતું. અલબત્ત તેમાં ઈશ્વરની પૂજા, ભક્તિ વગેરે કેટલાંક અંગેનો સમાવેશ નથી થતો; પરંતુ, તેને માત્ર જૈનધર્મની જ વિશેષતા ન કહી શકાય. સાંખ્ય પણ ઈશ્વરવાદી નથી જ, તેમજ તેમની સાધનામાં પણ ઈશ્વરની પૂજા–ભક્તિને વિશેષ સ્થાન નથી. એક રીતે જૈન ધર્મ તે ઈશ્વરની પૂજાને બદલે સિદ્ધો કે મહાન આત્માઓની પૂજા–ભક્તિને સ્વીકારે પણ છે. ૨૯ માં અધ્યયનમાં સાધકના ગુણે વર્ણવતાં ૧૪ મા ગુણ તરીકે “સ્તવસ્તુતિમંગળ’ નામને ગુણ સ્વીકાર્યો છે, તથા એવાં સ્તવન અને સ્તુતિથી “જીવ જ્ઞાન-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org