________________
૨૦૯
, દેશ, એ
એટલે કે
નાર તથા
૩૧ઃ ચારિત્રવિધિ વિઘો (ઉપસર્ગ) પણ ત્રણ પ્રકારનાં છે. જે ભિક્ષુ એ દંડાદિ તજે છે અને વિઘો સહન કરી લે છે, તે આ સંસારમંડળમાંથી નીકળી જાય છે. [૪-૫]
૪. વિકથા ( અર્થાત અનુપયોગી કે હાનિકારક વાતચીત) ચાર પ્રકારની છે. રાજા, દેશ, ભજન અને સ્ત્રી સંબંધી. કપાયે (એટલે કે જીવના શુદ્ધ સ્વરૂપને મલિન કરનાર તથા સંસારની વૃદ્ધિ કરનાર માનસિક વિકારે) ચાર છે : ક્રોધ, માન, માયા અને લોભ. સંજ્ઞા (એટલે કે વૃત્તિ) ચાર છે: આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન. જે ભિક્ષુ ઉપરનાં બધાંને તથા ધ્યાનના પણ ચાર પ્રકારમાંથી પહેલા બેનો ત્યાગ કરે છે, (અને પછીના બે સેવે છે,) તે આ સંસારમંડળમાંથી નીકળી જાય છે. [૧]
૫. વ્રત પાંચ છે: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. રૂપ, રસ વગેરે ઈકિયેના વિષયો પાંચ છે. સમિતિઓ પાંચ છે. ક્રિયાઓ પણ પાંચ છે, જેમકે : દુષ્ટ ભાવયુક્ત થઈ પ્રયત્ન કરવો અર્થાત કેઈ કામવાસના માટે તત્પર થવું તે “કાયિકી” ક્રિયા; હિંસાકારી સાધને ગ્રહણ કરવાં તે “આધિકરણિકી' ક્રિયા; ક્રોધના આવેશથી થતી
પ્રાદોષિક” ક્રિયા; પ્રાણીઓને સતાવવારૂપી પારિતાપનિકી' ક્રિયા અને પ્રાણીઓને પ્રાણથી વિખૂટાં કરવારૂપી “પ્રાણતિપાતિકી' ક્રિયા.
૧. જુઓ પા. ૧૯૪, ટિટ નં. ૨. ૨. જુઓ પા. ૧૩૯..
૩. પાંચ ઇદ્રિ; મન, વચન અને કાય બળ; ઉ સ – નિશ્વાસ અને આયુષ એ દશ પ્રાણુ છે.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org