________________
૨૦૫,
૩૦: તમારા ટિપ્પણ
કિપણ ન. ૧. મૂળમાં શું વગેરે રચનાના પાંચ પ્રકાર આપ્યા છે: શ્રેણી, પ્રતર, ઘન, વર્ગ, વર્ગ વર્ગ. અને તેવી રચના. વિનાનો છઠ્ઠો પ્રકાર ‘ પ્રકીર્ણ' નામથી જણાવ્યું છે.
શ્રેણી વગેરે રચનાઓ આ પ્રમાણે છે: એક ઉપવાસ કરીને પારણું કરવું; પછી તરત બે ઉપવાસ કરીને પારણું કરવું – એ એક શ્રેણી થઈ. પછી એક ઉપવાસ ને પારણું, બે ઉપવાસ ને પારણું અને ત્રણ ઉપવાસ ને પારણું એ બીજી શ્રેણી થઈ. એ રીતે એક ઉપવાસ ને પારણું, બે ઉપવાસ ને પારણું, ત્રણ ઉપવાસ ને પારણું અને ચાર ઉપવાસ ને પારણું એ ત્રીજી શ્રેણી થઈ. એમ શ્રેણી વધારતાં વધારતાં વધારેમાં વધારે છ માસના ઉપવાસ સુધી થઈ શકે છે. એ બધાં શ્રેણી તપ કહેવાય. શ્રેણી તપને શ્રેણગણું કરવાથી પ્રત૨ તપ થાય. જેમ કે ઉપર જણાવેલી ચાર ઉપવાસવાળી શ્રેણી લઈએ, તો તેને પ્રતર આ પ્રમાણે થાય ?
૨ ૩ ૪ ૨ ૩ ૪ ૧ ( દરેક શ્રેણ બદલાતાં શરૂઆતને ૩ ૪ ૧ ૨ નંબર બદલાય છે, તે ધ્યાનમાં ૪ ૧ ૨ ૩ ) રાખવાનું છે.
પ્રતર તપ ગણું કરવાથી ઘન તપ થાય. ઘન તપ ઘનગણું કરવાથી વગ તપ થાય. વર્ગ તપ વર્ગ ગણું કરવાથી વવગર તપ થાય.
ટિ૫ણ ન. ૨. મૂળમાં ભિક્ષા માટે ફરવાનાં ક્ષેત્રોની યાદી આ પ્રમાણે છે : ગામ, નગર, રાજધાની, નિગમ (વેપારીઓનું મથક), આકર (ખાણ), પલ્લી (વૃક્ષે વાંસ વગેરેની ઝાડીમાં વસેલું હલકું જનસ્થાન), ખેટ (ધૂળની દીવાલવાળું સ્થળ), કર્બટ (નાનું નગર), દ્રોણમુખ (જળસ્થળ બંને માર્ગ વાળું), પત્તન (મોટું શહેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org