________________
૨૦૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ
૪. સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે : (૧) વાચના (શબ્દ કે અર્થનો પ્રથમ પાઠ લેવો તે). (૨) પૃચ્છના (શંકા દૂર કરવા કે ખાતરી કરવા પૃચ્છા કરવી તે). (૩) પરિવર્તના (શીખેલ વસ્તુનું પુનરાવર્તન). (૪) અનુપ્રેક્ષા (શબ્દપાઠ કે
અર્થનું મનથી ચિંતન). (૫) ધર્મકથા (જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું તે).૧ [૩૪]
૫. આર્ત અને રૌદ્ર એ બે પ્રકારનાં દુર્ગાને છેડી, ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં ભલે પ્રકારે સ્થિત થવું, તે ધ્યાનર નામનું તપ કહેવાય. [૩૫]
૬. આસને બેસીને, ઊભા રહીને કે સૂઈને શરીરની તમામ ચેષ્ટાઓનો ત્યાગ કરવો, તે કાયવ્યત્સર્ગ નામનું તપ કહેવાય. [૩૬]
આ પ્રમાણે બાહ્ય અને આત્યંતર એવું બે પ્રકારનું તપ જે મુનિ આચરે છે, તે પંડિત શીધ્ર સર્વ સંસારથી મુક્ત થાય છે, એમ હું કહું છું. [૩૭]
૧. જુઓ પા. ૧૮૧-૨. ૨. ધ્યાનના એ ચાર પ્રકારો માટે જુઓ પા. ૧૯૪, ટિ. ૨.
૩. અહીં માત્ર કાત્સર્ગ જેવો ભાવ છે. પરંતુ “તત્ત્વાર્થ' ૯-૨૦ વગેરેમાં વ્યુત્સર્ગ શબ્દ છે. અને આંતરિક ભાવનો (અહંતાન) ત્યાગ અને બાહ્ય પદાર્થોને (મમતાનો) ત્યાગ- એમ તેના, બે પ્રકાર ગવાય છે. ટીકાકાર અહીં કાયના વ્યુત્સર્ગને ઉપલક્ષણ ગણવાનું કહી, ઉપરનો વિસ્તૃત ભાવ સમજવાનું સૂચવે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org