________________
૨૮: મોક્ષગતિને માગ અને થઈ શકતો પણ નથી; તેનું બીજું કોઈ દ્રવ્ય કારણ ન હોવાથી તે અંતિમ કારણ છે. તે નિત્ય છે, સૂમ છે, તથા તેનું જ્ઞાન ઇથિી થઈ શકતું નથી. એનું જ્ઞાન આગમ અથવા અનુમાનથી સાધ્ય છે. પ્રત્યેક પરમાણુમાં પાંચ રસમાં કોઈ એક રસ, બે ગંધમાં કેઈ એક ગંધ, પાંચ વર્ણમાંનો કોઈ એક વણું અને પરસ્પર અવિરુદ્ધ એવા બે સ્પર્શ હોય છે અર્થાત ચીકાશદાર અને ઊન; ચીકાશદાર અને ઠંડા; લૂખે અને ઠંડો તથા લૂખે અને ઊને.
પરમાણુના જથાવાળા ભાગને સ્કંધ કહે છે. વૈશેષિકે માને છે કે, પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચારેના પરમાણુઓ જુદા જુદા છે; અર્થાત્ એ ચારેના પરમાણુમાં જુદા જુદા ગુણ રહેલા છે. પરંતુ જૈન સિદ્ધાંત પ્રમાણે બધા પરમાણુ એકસરખા છે; અને દરેક - પરમાણમાં એકસરખા ગુણો છે. પરમાણુઓમાં જે કાંઈ જુદાઈ છે, તે તેમના જુદા પ્રકારને લીધે નથી, પરંતુ એમાં થતા ફેરફારને લીધે છે..
વૈશેષિક શબ્દને આકાશને ગુણ કહે છે. પરંતુ જેનો તેને પુગલને જ ગુણ માને છે. દલીલ એ કરવામાં આવે છે કે : શબ્દ તે રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા છે, ત્યારે આકાશ રૂપરસાદિ વિનાનું છે; માટે એ બે વચ્ચે ગુણગુણભાવ ન સંભવે.
અંધકારનું પુગલપણું એ રીતે સાબિત કરવામાં આવે છે કે, ભીંત પુદ્ગલરૂપ છે, માટે આંખની જવાની શક્તિને આડે આવી શકે છે; તેમ અંધકાર પણ આંખની જોવાની શક્તિને આડે આવતો હોવાથી પુદ્ગલરૂપ છે.
જેમ ઠંડે વાયુ પુગલરૂપ છે માટે આપને ઠંડક આપી ખુશી કરે છે, તેમ છાંયો પણ આપણને ઠંડક આપી ખુશી કરતો હોવાથી પુગલરૂપ છે. છો અને અંધારાની જેમ ચીજમાત્રને પડછાયો કે પ્રતિબિંબ પણ પગલારૂપ છે; કારણકે, એ પડછાયે કે પ્રતિબિંબ ઘડા વગેરેની પેઠે આકારવાળાં છે.
આતપ એટલે તડકા અને ચંદ્ર-સૂર્ય વગેરેને પ્રકાશ ઠંડા પાણીની પેઠે આનંદ આપતા હોવાથી કે અગ્નિની પેઠે ઊના હોવાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org