________________
૧૭૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ દ્રવ્યને તે પોતામાં સર્વત્ર ગતિ અને સ્થિતિ કરતાં રોકી શકે નહી. અને એમ થવાથી અનતપરિમાણુ વિસ્તૃત આકાશમાં તે એવાં પૃથક થઈ જાય છે, એમને ફરીથી મળવું અને નિયત સૃષ્ટિરૂપે નજરે પડવું અસંભવિત નહી તો કઠિન તે જરૂર થઈ જાય. આ કારણથી ગતિશીલ દ્રવ્યની ગતિમર્યાદાને નિયંત્રિત કરતા તત્ત્વનો જૈન દર્શન સ્વીકાર કરે છે; અને તેથી જ અનંત આકાશને લોકનું ક્ષેત્ર ન માનતાં, જે મર્યાદિત ભાગમાં ધર્મ અને અધર્મ તત્ત્વ વ્યાપેલાં છે, તેટલા ભાગને જ લોક અથવા લોકાકાશ કહે છે. તેની બહારના ખાલી આકાશને બલોક તથા અલોકાકાશ
અહીં એક વસ્તુની નોંધ લેવી આવશ્યક છે. ભગવતીસૂત્ર શ. ૨૦, ઉ. ૨ માં મહાવીર ભગવાન ગૌતમને ઘમંતત્વના પર્યાયશબ્દો કહેતાં, “ધર્મ, ધર્માસ્તિકાય, અહિંસા, સત્ય . . . અપરિગ્રહ, અક્રોધ . . . મિથ્યાદર્શનશલ્યવિવેક, ઈસમિતિ . . . મનગુપ્તિ . . . તથા તેવા પ્રકારનાં બીજા જે કોઈ છે, તે બધા ધર્માસ્તિકાયના પર્યાય શબ્દ છે” એમ કહે છે. અહી ધર્મતત્વને અર્થ અહિંસા વગેરે જેવા કર્યો છે. જો કે, ઉપર જણાવેલી જડ દ્રવ્ય તરીકેની તેની વ્યાખ્યા પણ સર્વત્ર મળી આવે છે.
ટિ૫ણ ન. ૪. કાળ કઈ પદાર્થનું નિર્વક કે પારણામી કારણ નથી; પરંતુ પિતાની મેળે પેદા થતા પદાર્થોનું અપેક્ષા કારણ છે. વર્તના, પરિણામ, ક્રિયા, અને પરવાપર (છત્વ-- કનિષ્ઠત્વ) એ બધા કાળના ‘ઉપકાર છે; અથવા પદાર્થ માત્રમાં જણાઈ આવતી વર્તના વગેરે ક્રિયાઓ કાળની હયાતીની નિશાની
છે. આમ દ્રવ્ય તરીકે તેની સાબિતીમાં ધર્મ, અધર્મ જેવી . દલીલ આપવામાં આવે છે. વધુ માટે જુઓ અધ્યયન ૩૬,. ટિપણ નં. ૬, ૫. ૨૬૭. | ટિ૫ણ ન. ૫. પુગલના બે પ્રકાર છે : પરમાણુરૂપ અને સ્કંધરૂપ. પરમાણુ અંત્ય દ્રવ્ય છે, એટલે કે તેને કોઈ વિભાગ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org