________________
• ૨૮: મેક્ષગતિને માગ
(૫) બીજ : પાણીમાં તેલનું બિંદુ પ્રસરી જાય તેમ, (અથવા જેમ એક બીજ અનેક બીજેનું જનક થાય છે, તેમ) સિદ્ધાંતના એક ભાગમાં શ્રદ્ધા ઉત્પન્ન થતાં કોઈ અધિકારી પુરુષ સમગ્ર સિદ્ધાંતમાં શ્રદ્ધાવાન થાય છે.
(૬) અભિગમ (અર્થસહિત જ્ઞાન): અગિયાર અંગે, દૃષ્ટિવાદ, તથા બીજા પ્રકીર્ણ શાસ્ત્રગ્રંથનું અર્થસહિત જ્ઞાન થતાં કોઈ ને શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે.
(૭) વિસ્તાર: કોઈ પુરુષને જીવ–અજીવ વગેરે દ્રવ્યોના સર્વે ભાવોનું (વિસ્તારપૂર્વક ) સર્વ પ્રમાણ તથા નયોથી જ્ઞાન થતાં શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે.
(૮) ક્રિયા : દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સમિતિ અને ગુપ્તિ વિષયક ધર્માનુરાને ભાવપૂર્વક આચરવાથી કઈમાં શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે.
(૯) સંક્ષેપ : શાસ્ત્રગ્રંથમાં પૂરી નિપુણતા ન હોવા છતાં, અન્ય કુમતે ન સ્વીકારનારા કેઈ ને શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે.
(૧૦) ધર્મ (સ્વભાવ): જિનોએ કહી બતાવેલા પદાર્થો, શાસ્ત્રો અને ચારિત્રાના ધર્મો ઠીક લાગવાથી કોઈને શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે. [૧૬-૨૭]
૧. બાર અંગોમાંનું ઘણું કાળ પૂર્વે લુપ્ત થઈ ગયેલું મનાતું ૧૨મું અંગ. જુઓ “સંયમધર્મ' પા. ૬૧.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૮, પા. ૧૭૪. ૩. મૂળ, “અસ્તિકાય”. જુઓ ટિપ્પણ નં. ૯, પા. ૧૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org