________________
દાડે છે,
છે,
શ
૨૭: ગળિયે બળદ
૧૫૯ ભરે છે અથવા તેને વારંવાર પણ ગેચે છે–પરંતુ પરિણામમાં કાં તો તે બળદ સાંબેલ ભાગી નાખે છે, અવળે માર્ગે ચડી જાય છે, પાસાભેર પડી જાય છે, બેસી પડે છે, ગબડી જાય છે, ઊંચે ઊછળે છે, ઠેકડા મારે છે, શકતાથી જુવાન ગાય તરફ દોડે છે, કપટથી માથું નીચે રાખી પડી જાય છે, ગુસ્સે થઈ પાછો વળે છે, મરી ગયો હોય તેમ સ્થિર ઊભો રહે છે, વેગપૂર્વક દોડે છે, રાશને તોડી નાખે છે, ધૃતરું ભાગી નાખે છે, કે ફૂફાડા મારતો છૂટી જઈ પલાયન કરી જાય છે ! [૧-૭]
“મારા કુશિષ્ય પણ આવા ગળિયા બળદ જેવા છે : ધર્મરૂપી વાહનને જોડતાં જ નિર્બળ ચિત્તવાળા તેઓ ભાગી પડે છે. તેમાંના કેટલાકને ઋદ્ધિનો ગર્વ છે, કેટલાક રસલુપ છે, કેટલાક એશઆરામી છે, તો કેટલાક ક્રોધી, કેટલાક ભિક્ષાના આળસુ, કેટલાક અપમાનભીરુ અને કેટલાક અકડાઈવાળા છે. કેટલાકને હું હેતુઓ અને કારણે સહિત શિખામણ આપું છું, ત્યારે તેઓ વચ્ચે બેલી ઉઠી વાંધા જ નાખે છે; અને મારા વચનને પાછું વાળે છે. જેમકે : કોઈને ત્યાં કાંઈ માગવા મેકલું, તે કહે છે, “એ મને ઓળખતી નથી;” “મને નહિ, બીજા કોઈને મોકલો.” વગેરે. ક્યાંક સંદેશ લઈને મોકલું, તો તે કામ કરવાને બદલે, અન્યત્ર રખડ્યા કરે છે; અને જાણે રાજાની વેઠ
૧. અહીં મૂળમાં બળદને માટે “છિન્નાલ” એવું વિશેષણ છે. દેશીનામમાલા”માં (૩, ૨૭) હેમચંદ્ર ગિ, ડિગલ તથા હિગા, કિગાલી શબ્દો અનુકમે ાર પુરુષ અને સ્ત્રીના અર્થમાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org