________________
- ૨૫: સાચે યજ્ઞ તે અરસામાં તે નગરમાં વિજયાબ નામનો વેદવિત બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો. પેલા જયઘોષ મુનિ પિતાના મહિનાના ઉપવાસનું પારણું કરવા, વિજયેષના યજ્ઞમાં ભિક્ષા માગવા આવ્યા. તેમને આવેલા જોઈ વિજયશેષે
- “હે ભિક્ષુ! હું તને ભિક્ષા આપવાનો નથી; માટે તું બીજે જા! અહીં તો વેદવિત, યજ્ઞાર્થી, જોતિષાંગ જાણનારા, ધર્મના પારગામી, તથા પિતાને અને બીજાને ઉદ્ધાર કરવાને સમર્થ એવા બ્રાહ્મણને જ છ રસથી યુક્ત એવું આ ભેજન આપવાનું છે.” [૪-૮]
આ સાંભળી, તે મુમુક્ષુર મહામુનિએ સારું ભાડું લગાડ્યા વિના, તેના હિતને અર્થે તેને પૂછયું, “હે બ્રાહ્મણ, તું વેદોનું મુખ, યજ્ઞોનું મુખ, નક્ષત્રાનું મુખ, ધર્મોનું મુખ, કે પિતાનો તથા બીજાનો ઉદ્ધાર કરવા કાણું સમર્થ છે તે જાણે છે?”
એનો જવાબ ન આપી શકવાથી તે બ્રાહ્મણે આખી પરિષદ સહિત હાથ જોડી તે મહામુનિને જ તેને ઉત્તર આપવાની વિનંતિ કરી. [૧૩-૫]
. ૧. મૂળ: “સર્વમિ” – કામના કરવા લાયક સર્વ પદાર્થોવાળું.
૨. મૂળઃ “ઉત્તમાર્થ ગષક.'
૩. મૂળમાં, “અન્નપાન કે નિર્વાહને અર્થે નહિ, એટલું વધારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org