________________
૧૩૨
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ એક ગામથી બીજે ગામ ફરતા ફરતા શ્રાવસ્તી નગરીમાં આવી પહોંચ્યા. ત્યાં ગામબહાર, જીવજંતુ રહિત રહેવાનું તથા સૂવાનું સ્થાન જોઈને, નિંદુક નામના ઉદ્યાનમાં તેમણે ઉતારે કર્યો. [૧-૪]
તે જ અરસામાં, વર્ધમાન નામથી લોકમાં પ્રસિદ્ધ એવા જિનભગવાન (મહાવીર)ને મહાયશસ્વી, જ્ઞાન અને ચારિત્રના પારગામી, તથા બાર અંગેના જાણકાર શિષ્ય ભગવાન ગૌતમ પણ, શિષ્ય સમુદાય સાથે ફરતાફરતા તે જ નગરીમાં આવી પહોંચ્યા અને ગામ બહાર આવેલા કારક ઉદ્યાનમાં ઉતર્યા. પ-૮]
મન, વચન અને કાયાનું દુપ્રવૃત્તિમાંથી રક્ષણ કરતા તથા સમાધિયુક્ત એવા તે બંને ત્યાં રહેતા હતા તે વખતે, બંનેના શિષ્ય સમુદાયમાં એવો વિતર્ક ઊભું થયું કે, વર્ધમાને ઉપદેશેલે પંચમહાવ્રતાવાળા આ ધર્મ કેવો, અને મહામુનિ પાર્થે ઉપદેશેલે ચાર મહાવ્રતવાળા આ ધર્મ કેવો ? વળી, અચેલક, – વસ્ત્રરહિત રહેવાનો મહાવીરને આચારવિધિ કે, અને આંતર તથા ઉત્તરીય વસ્ત્રો
૧. પ્રાચીન કેશલ દેશની રાજધાની. સાકેત અથવા અધ્યાથી ઉત્તર તરફ પચાસેક માઈલ દૂર રાપટી નદીના દક્ષિણ કિનારે આવેલાં સાહેસમાહતનાં ખંડેરેને શ્રાવસ્તીનાં વર્તમાન અવશેષ ગણવામાં આવે છે. જુઓ આ માળાનું “ધર્મકથાઓ પુસ્તક પા. ૨૫૯.
૨. જૈન ધર્મના મૂળ પ્રસિદ્ધ ૧૨ ગ્રંશે. જુઓ આ માળાનું સંયમધર્મ, પુસ્તક પા. ૧૦-૧.
૩. મૂળ : ચાતુર્યામ. પાશ્વન પંથમાં બ્રહ્મચર્ય વ્રતને અપરિગ્રહવ્રતમાં સમાવી, ચાર જ મહાવતે ગણાવાતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org