________________
૨ ૩
* કેશી—ગતમ સંવાદ જિન તીર્થંકર પાર્શ્વનાથના વિદ્યા અને આચરણમાં પારગામી એવા કેશકુમાર નામના મહાયશસ્વી૩ શ્રમણશિષ્ય હતા. તે એક વખત શિષ્યસમુદાય સાથે
૧. મહાવીર પહેલાં ૨૫૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા ૨૩મા જૈન તીર્થકર. તે ઈ. સ. પૂર્વે ૮૧૭માં બનારસના ઇફવાકુવંશના રાજા અશ્વસેનને ત્યાં જન્મ્યા હતા, એવી પરંપરા છે. જુઓ આ માળાનું “સંયમધર્મ', પુસ્તક પા. ૪પ-૮, તેમના પૂર્વ ભવાની લાંબી કથામાં સુવર્ણ બાહુ રાજાના ભવની કથામાં કાલિદાસના નાટકમાંથી દુષ્યત-શકુંતલા અને સખીઓના પ્રથમ મેળાપનો આ પ્રસંગ શબ્દશ: આપેલ છે.
૨. મૂળમાં કેસીવનાર સમજે છે. કેટલાક કુમારશ્રમણ પદને વિશેષણ તરીકે લઈ, “કુંવારી અવસ્થામાં શ્રમણ થનારા એવો અર્થ લે છે.
૩. મૂળમાં “અવધિજ્ઞાન અને શ્રુતજ્ઞાન યુક્ત” એવું વિશેષણ પણ છે. તેમના અર્થ માટે આગળ જુઓ પા. ૧૬૮, ટિ. નં. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org