________________
૨૦: અનાથતા
૧૧
પ્રસંગવશાત એક બીજી પણ અનાથતા અહીં વર્ણવવામાં આવે છે.૧
જ કેટલાક કાયર પુરુષો નિગ્રંથ ધર્મને લાભ પામીને પણ બેસી પડે છે. પ્રવજ્યા લીધા છતાં પ્રમાદને કારણે મહાવ્રતોને બરાબર ન પાળતા અને આત્માને નિગ્રહમાં ન રાખતા તે લેકે રસમાં લંપટ રહે છે. તેથી તેમનું બંધન મૂળથી છેડાતું નથી. [૩૮-૯]
તે લોકે ચાલવામાં, બોલવામાં, ભિક્ષા લેવામાં, વસ્તુઓ લેવામૂકવામાં અને મળમૂત્રનો ત્યાગ કરવામાં જરા પણ સાવધ નથી રહેતા. ઘણા વખતથી મુંડ થવા છતાં તેમનાં વ્રતો અસ્થિર હોય છે તથા તેઓ તપ અને નિયમથી ભ્રષ્ટ થયેલા હોય છે. તેવા લોકો લાંબા કાળ સુધી આત્માને કલેશ આપવા છતાં ધીર પુરુષોના માર્ગનું અનુસરણ કરી, સંસારનો પાર પામી શકતા નથી. [૪૦-૧]
ઉત્તમ જિનાના ભાગની વિરાધના કરીને તે સ્વચ્છંદી કુશીલ સાધુઓ સામુદ્રિક શાસ્ત્ર, સ્વમવિદ્યા,
૧. ૩૮થી પ૩ સુધીના વચમાં આવતા આ લોકો મૂળ અધ્યયનના પ્રસંગમાં જુદા પડી આવે છે. તે લોકો જૂના નથી પરંતુ પ્રકરણની સંકલનામાં ૩૮ મા શ્લોકમાં ચાવતા અનાથતા શબ્દને કારણું ઉમેરી લેવાયેલા છે, એમ જરૂર કહી શકાય. તેથી તેમને અનુવાદમાં જુદા વિભાગ તરીકે જ આપ્યા છે.
૨. સમિતિઓનું વર્ણન છે. એ પા. ૪૬, ટિ. ૩.
૩. સ્ત્રીપુરુષનાં શારીરિક ચિહ્નો ઉપરથી શુભાશુભ ભાખવાની વિદ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org