________________
૧૧૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ એમ મને લાગે છે. કારણકે, આપણાં પિતાનાં સુખ અને દુખનો આપણે આત્મા જ કર્તા છે; તેમ જ સારે ભાગે જનારે આપણે આત્મા જ આપણે મિત્ર છે અને બેટે માર્ગે જનારે આપણે આત્મા જ આપણે શત્રુ છે. આપણી પોતાની વૈતરણ નદી તથા નરકનું ઘેર શાલ્મલી વૃક્ષ પણ આપણા જ આત્મા છે તથા કામદુગ્ધા ગાય અને સ્વર્ગનું નંદનવન પણ આપણો જ આત્મા છે.” [૩૧-૭]
આ પ્રમાણે તે ઉગ્ર સંયમશીલ મહામુનિએ વિસ્તારથી કહેલો ઉપદેશ સાંભળી, રાજા શ્રેણિકે સંતુષ્ટ થઈ અંજલિ જોડીને કહ્યું : હે મહર્ષિ! તમે અનાથપણું બરાબર કહી સંભળાવ્યું. હે મુનિ ! તમારે મનુષ્યજન્મ સફળ છે; તમે તેને વડે સારામાં સારો લાભ મેળવ્યું છે. તમે જ સાચા સનાથ છે તથા બાંધવ છે; કારણકે, તમે જિનોત્તમના માર્ગમાં સ્થિત છે. હે સંયત ! તમે હવે સર્વ અનાથેના તથા સર્વ ભૂતોના પણ નાથ છે. હે મહાભાગ ! હું તમારી ક્ષમા માગું છું. મેં તમારા ધ્યાનનો ભંગ કર્યો તથા તમને ભેગો તરફ ખેંચવા પ્રયત્ન કર્યો, તેની મને ક્ષમા આપ ! [૫૪-૭]
રાજાઓમાં સિંહરૂપ તે રાજા આ પ્રમાણે અનગારમાં સિંહરૂપ તે મુનિની પરમ ભક્તિથી સ્તુતિ કરીને અંતઃપુર, પરિજન, અને બંધુઓ સાથે વિમલ ચિત્તથી ધર્મમાં અનુરક્ત થયો અને રેશમાંચિત થઈ, તેમની પ્રદક્ષિણ કરી, તથા માથા વડે અભિવંદન કરી, ત્યાંથી પાછો ફર્યો. ૫૮-૬૦] : ૧. જુઓ પા. ૧૦૯, 8િ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org